________________
| લોક વિજય અધ્ય-૨, ૩ : ૩
ઈન્દ્રિયનિગ્રહ, સમભાવ, વિનો = સંયમ–અહિંસાદિ વ્રત, ખ કિલ્સ = કંઈપણ ફળ જોવા મળતું નથી, સંપુu = ભોગ સામગ્રીથી સંપન્ન તે પુણ્ય સંપન્ન, નવડાને = અસંયમી જીવનનો કામી, નાનપ્રમાણે = લાલાયિત થતો, મૂ૮= તે મૂઢ જીવ,વિપૂરિયાતમુવેરૂ = દુઃખની વિપરીત અવસ્થાઓ પ્રાપ્ત કરે છે, આત્માની વિપરીત અવસ્થાઓ પ્રાપ્ત કરે છે, રૂખમેવ = આ જ સાંસારિક ભોગોની, ગાવસ્કુતિ = ઈચ્છા કરતા નથી, ના = મનુષ્ય, ધુવારણો = ધ્રુવચારી- મોક્ષપ્રાપ્તિ માટે ગમન કરનારા અર્થાત્ સંયમનું સમાચરણ કરનારા, સમ્યગ્વારિત્રવાન મુમુક્ષુ, વ૮ = દઢતા પૂર્વક, સંવમળ = સંયમમાં, વર = વિચરે છે. ભાવાર્થ :- જમીન-મકાનાદિમાં મમત્વ રાખનાર કેટલાક મનુષ્યોને અસંયમી જીવન જ પ્રિય લાગે છે. તે રંગ-બેરંગી વસ્ત્રો તેમજ મણિ કુંડલ અને સુવર્ણ આદિથી અલંકૃત સ્ત્રીઓને ગ્રહણ કરીને તેમાં અનુરક્ત રહે છે અને એવું માને છે કે આ લોકમાં તપ, દમ, નિયમ વગેરેનું પાલન ફળદાયી દેખાતું નથી.
તે અજ્ઞાની જીવ ભોગ સામગ્રીથી યુક્ત વૈભવી જીવન જીવવાની ઈચ્છા રાખે છે. વારંવાર તેની જ તે અભિલાષા કરે છે. તેવા ભોગમય જીવનના પરિણામે તે વિવેક વિકલ થઈને વિપર્યાસ-સુખના બદલે દુઃખ ને જ પ્રાપ્ત કરે છે, તે પોતાની ઈચ્છા વિરૂદ્ધ ફળને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ ધ્રુવચારી- શાશ્વત સુખના કેન્દ્રરૂપ મોક્ષ તરફ ગતિશીલ હોય છે અર્થાત્ સંયમશીલ છે તેઓ આવું વિરોધાત્મક જીવન ઈચ્છતા નથી. તે જન્મ મરણના ચક્રને જાણીને દઢતાપૂર્વક મોક્ષના માર્ગરૂપ સંયમમાં અગ્રેસર રહે છે.
વિવેચન :
આ સંસારમાં બે પ્રકારનાં પ્રાણીઓ હોય છે. જ્ઞાની અને અજ્ઞાની અથવા સંસારમાં આસક્ત અને વિરક્ત.
પ્રથમ પ્રકારના અજ્ઞાની કે આસક્ત જીવો વર્તમાનમાં ઉપલબ્ધ પૌગલિક સુખોને જ સર્વસ્વ સમજે છે. ભવિષ્યના વિચાર માટે તેઓની બુદ્ધિ કુંઠિત હોય છે. તેઓ વિષયભોગ, સ્ત્રીઓ, ધનવૈભવ, મોજશોખ વગેરેને જીવનનું લક્ષ્ય માને છે. પુગલાનંદી જીવો ધર્મ, કર્મ કે મોક્ષને માનતા જ નથી. સંસારમાં આસક્ત માનવીનું ભવિષ્ય અંધકારમય હોય છે કારણ કે ચક્રવર્તીના સુખભોગ પણ તેને દુર્ગતિદાયક જ હોય છે. તે રોગ કે મૃત્યુના સમયે અત્યંત દુઃખી થઈ જાય છે. ધર્મભાવના અભાવે તેઓને સબુદ્ધિ જાગતી નથી. અંતે તેઓ દુર્ગતિના મહેમાન થઈ દુઃખ ભોગવે છે. પૂર્વ સૂત્રમાં દર્શાવેલ આંધળા, મૂંગા, બહેરા આદિ અવસ્થાઓ પ્રાપ્ત કરે છે. ત્યારે બીજા પ્રકારના જ્ઞાની અને વિરક્ત જીવો વિવેકબુદ્ધિથી સંપન્ન હોય છે. તેઓ યથાસમય ધર્માચરણ આચરી, સંયમ અંગીકાર કરે છે. તેઓ જન્મ મરણના ચક્ર અને સંસારના દુઃખોને સારી રીતે સમજીને વર્તમાન સુખોમાં આસક્ત થતા નથી. મનુષ્યભવને મહામૂલો અવસર માની તેઓ આત્મકલ્યાણ સાધવા મોક્ષમાર્ગને અંગીકાર કરે છે અને દઢતા સાથે તપ સંયમમાં જ પુરુષાર્થ કરે છે. આ પ્રકારે તેઓ પોતાને મળેલા માનવ જીવનને ધન્ય બનાવે છે.
આ બંને પ્રકારના જીવોની અવસ્થાને સમજીને દરેક સુખના અભિલાષી માનવે પોતાના જીવન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org