________________
[ ૬૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
વિવેચન :
આ સૂત્રમાં હિંસા કરનાર મનુષ્યની અંતરંગ વૃત્તિઓ તેમજ અનેક પ્રયોજનોનું સૂક્ષ્મ વિશ્લેષણ
છે.
અર્થનો લોલુપ માનવી રાતદિવસ અંદરને અંદર બળે છે. તૃષ્ણાનો દાવાનળ તેને હંમેશાં દુઃખી અને પ્રજ્વલિત રાખે છે. તે અર્થલોભી બનીને ચોર, ખૂની તથા દુઃસાહસી–વિચાર્યા વિનાનું કામ કરનાર, ડાકુ આદિ બની જાય છે. માનવનું ચોર, ડાકુ, ખૂની આદિ બનવાનું મૂળ કારણ તૃષ્ણાની અધિકતા જ છે.
આ સુત્રમાં હિંસાનાં અન્ય પ્રયોજનોની ચર્ચા છે.તેમાં વિવિધ પ્રકારના બળ વૃદ્ધિનું કથન છે તે બળ આ પ્રમાણે છે– (૧) શરીર બળ– શરીરની શક્તિ વધારવા માટે માંસ, મદિરાદિનું સેવન કરે છે. (૨) જ્ઞાતિબળ– પોતે અજેય બનવા માટે સ્વજન સંબંધીઓની સંખ્યા વધારે છે. સ્વજન સમૂહની શક્તિને પણ પોતાની શક્તિ માને છે. (૩) મિત્રબળ– ધન પ્રાપ્તિ તથા પોતાની પ્રતિષ્ઠા-માન-સન્માનાદિ, મનના સંતોષ માટે મિત્રોની સંખ્યા વધારે છે. (૪-૫) પ્રત્યબળ, દેવબળ- પરલોકમાં સુખ પ્રાપ્ત કરવા માટે અથવા પ્રેતાત્મા–સામાન્ય જાતિના દેવા માટે તથા વિશેષ જાતિના દેવતાદિને પ્રસન્ન કરવા, તેની શક્તિ મેળવવા યજ્ઞ, પશુનો બલિ, પિંડદાન આદિ કરે છે. (૬) રાજબળ- રાજાનું સન્માન અને સહારો મેળવવા માટે કપટ પ્રવૃત્તિ કરે, દુમન આદિને હરાવવા માટે સહાયક બને છે. (૭) ચોરબળ- ધન પ્રાપ્તિ અર્થે તથા પોતાની ધાક જમાવવા ચોર આદિ સાથે મિત્રતા કરે, સંબંધ રાખે. (૮–૯) અતિથિબળ, કુપાણબળ, (૧૦) શ્રમણબળ- અતિથિ એટલે મહેમાન, ભિક્ષુક આદિ, કૃપણ એટલે અનાથ, અપંગ, માગણ અને શ્રમણ આજીવક, શાક્ય તથા નિગ્રંથને યશ, કીર્તિ અને ધર્મ-પુણ્યની પ્રાપ્તિ માટે દાન દે છે.
આ પ્રકારે સંસારનાં પ્રાણીઓ (૧) પોતાની તૃષ્ણા પૂર્તિ માટે (૨) બળવૃદ્ધિ માટે (૩) ભયથી (૪) સુખ અને લાભની આશાથી અને (૫) કેટલાક અજ્ઞાન દશાના કારણે અથવા ખોટા સંસ્કારના કારણે ધર્મ માટે કે પાપથી છૂટવા માટે પણ સાવધ પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે– યજ્ઞ, બલિ, હવન, પૂજન વગેરે માટે અગ્નિ, પાણી, ફૂલ, વનસ્પતિ અને ત્રાસ પંચેન્દ્રિય પ્રાણીઓની પણ હિંસા કરે છે. આ પ્રમાણે આ સૂત્રમાં હિંસાના પ્રયોજનોનું સૂચન કરી આગળના સૂત્રમાં તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે.
"સંપેહાએ' શબ્દપ્રયોગના સ્થાને અન્ય પ્રયોગ પણ મળે છે. સંહાએ— વિવિધ પ્રકારથી ચિંતન કરીને, સયં પેહાએ સ્વયં વિચાર કરીને, સપેહાએ- કોઈ વિચારના કારણે, કોઈપણ પ્રકારની આશાથી.
દંડ ત્યાગ :
५ तं परिण्णाय मेहावी णेव सयं एतेहिं कज्जेहिं दंड समारंभेज्जा, णेव अण्णं एतेहिं कज्जेहिं दंड समारंभावेज्जा, णेवण्णे एतेहिं कज्जेहिं दंडं समारंभंतेवि समणुजाणेज्जा । एस मग्गे आरिएहिं पवेइए, जत्थ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org