________________
| શસ્ત્ર પરિણા અધ્ય-૧, ઉ : ૭.
વિવેચન :
આ અંતિમ ઉદ્દેશકમાં વાયુકાયની હિંસાનો નિષેધ અને અહિંસાનું પ્રતિપાદન છે. ચક્ષુગ્રાહ્ય નહિ હોવાના કારણે તેની હિંસાનો ત્યાગ સમર્થ વ્યક્તિ જ કરી શકે એમ સૂચવીને, આત્મ સાદૃશ્યતાનો નિર્દેશ કર્યો છે. આ રીતે વાયુકાય જીવના અસ્તિત્વની શ્રદ્ધાનું મહત્ત્વ દર્શાવેલ છે. અંતે વાયુકાયની હિંસાન ત્યાગીને સમ્યગુજ્ઞાની કહ્યા છે. વાયુકાયના વર્ણન પછી સમસ્ત છકાય જીવોની હિંસાના ત્યાગનો સંદેશ આપ્યો છે.
સાતમો ઉદ્દેશક સંપૂર્ણ
અધ્યયન ઉપસંહાર :- આમ આ સંપૂર્ણ અધ્યયનમાં છકાયના જીવોનું અસ્તિત્વ, કર્મબંધન અને મુક્તિના કારણો બતાવી જીવન વિકાસ માટે વિચાર, વિવેક અને સંયમનું વર્ણન કરી, ભાવહિંસાથી છૂટવાનો સરળ ઉપાય કહ્યો છે. અહિંસા સંયમથી સાધ્ય છે. દ્રવ્ય અને ભાવથી અહિંસક બની પ્રાણીમાત્રને આત્મ સમાન ગણી વિવેકથી આગળ વધવાનું છે. ભગવાન મહાવીરે સૂક્ષ્મથી લઈને સ્કૂલ સુધીના સર્વ જીવો (છકાય જીવો) સાથે મૈત્રીનો સંદેશો આ અધ્યયનમાં પ્રરૂપ્યો છે.
|| અધ્યયન-૧/છ સંપૂર્ણ li
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org