________________
| શસ્ત્ર પરિક્ષા અધ્ય-૧, ઉઃ ૭.
[ ૪૩ ]
ભાવાર્થ :- સંપાતિમ-હવામાં ઊડનારા નાના જીવો વાયુથી આઘાત પામીને નીચે પડી જાય છે. વાયુના સ્પર્શથી તે જીવો સંકોચાઈ જાય છે, સંકોચાઈને મૂચ્છિત થઈ જાય છે અને મૂચ્છિત થઈને પામે છે ત્યારે મરી પણ જાય છે.
વાયુકાય હિંસાત્યાગ :| ४ | एत्थ सत्थं समारंभमाणस्स इच्चेते आरंभा अपरिण्णाया भवंति । एत्थ सत्थं असमारंभमाणस्स इच्चेते आरंभा परिण्णाया भवंति ।
तंपरिण्णाय मेहावी णेव सयं वाउसत्थं समारंभेज्जा, णेवऽण्णेहिं वाउसत्थं समारंभावेज्जा, णेवऽण्णे वाउसत्थं समारंभंते समणुजाणेज्जा ।
जस्सेते वाउसत्थसमारंभा परिणाया भवंति, से हु मुणी परिण्णायकम्मे । त्ति बेमि ।
ભાવાર્થ :- જે વાયુકાયના જીવોનો આરંભ કરે છે, તે વાસ્તવિક રીતે આ આરંભથી અજ્ઞાત છે. જે વાયુકાયના જીવો પર શસ્ત્રનો આરંભ કરતા નથી તેણે વાસ્તવમાં આરંભને જાણી લીધો છે.
આ વાતને જાણીને બુદ્ધિમાન વ્યક્તિ વાયુકાયનો આરંભ પોતે કરે નહિ, બીજા પાસે કરાવે નહિ, વાયુકાયનો આરંભ કરનારની અનુમોદના કરે નહિ.
જેણે વાયુકાયના આરંભને અને તેના પરિણામને જાણેલ છે તે મુનિ પરિજ્ઞાતકર્મા (હિંસાના ત્યાગી) છે, તેમ ભગવાને કહ્યું છે.
વિવેચન :
આ સૂત્રોમાં વાયુકાયની હિંસાનો નિષેધ કર્યો છે. વાયુને સજીવ માનવો અને તેની હિંસાથી બચવું, તે નિગ્રંથદર્શનની મૌલિકતા છે.
સામાન્ય રીતે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ આ ક્રમ હોય છે પરંતુ અહીં ક્રમનો ભંગ કરીને વાયુકાયનું વર્ણન છેલ્લે કર્યું છે. તેનું કારણ ટીકાકાર આપે છે કે- છકાયમાં વાયુકાયનાં શરીર આપણા ચર્મચક્ષુથી જોઈ શકાતા નથી, બીજા પાંચે કાયના શરીરો આંખથી જોઈ શકાય છે. પાંચની અપેક્ષાએ વાયુકાયનો વિષય સમજવો કઠિન છે તેથી પાંચેયનું વર્ણન પહેલાં કરી છેલ્લે વાયુકાયનું વર્ણન કર્યું છે. વિરતિનો બોધ :| ५ एत्थं पि जाण उवादीयमाणा, जे आयारे ण रमंति, आरंभमाणा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org