________________
કવિવ૨ ૨વીન્દ્રનાથ ટાગોરની પ્રાર્થનામાં આપણે પણ સૂર પુરાવીએઃ ‘સંસાર સકલ કર્મે શાન્ત તોમાર છંદ’.
અર્થાત્, અમારા જીવનભરનાં બધાં જ કામોમાં હે
પ્રભુ ! તમારી ઇચ્છાનો સંચાર થાઓ. અમારાં કામો આપની ઇચ્છા મુજબ થાઓ. અમારી ઇચ્છાનો લય થાઓ, તમારી ઇચ્છાનો જય થાઓ.
નવકાર-મહામંત્ર-મહિમા અષ્ટક
જેનો મહાન મહિમા, સઘળે ગવાય, પુણ્યોદયે જન ભજે, સહુ કષ્ટ જાય; શ્રી કલ્પવૃક્ષ મનવાંછિત, પુણ્ય કામ, મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ. શ્રી શ્વેતવર્ણ અરિહંત, સુ-૨ક્ત સિદ્ધ, આચાર્ય પીત શુભ-વાચક નીલ બદ્ધ; શ્યામાંગ દિવ્ય મુનિજી, અતિ પુણ્ય નામ, મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ. સમ્યકત્વ ભાવમય, દર્શન જ્ઞાન આપે, ચારિત્ર જ્ઞાનબળથી, ભવ દુઃખ કાપે; ચારિત્રથી તપ મળે શુભ મુક્તિધામ, મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ. ચક્રેશ્વરી વિમલદેવ ક૨ે સહાય, પુણ્ય કૃપામય સુદૃષ્ટિ, કદી પમાય; સર્વોચ્ચ પંચપરમેષ્ઠિ પદે પ્રણામ મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ
સંગ્રામ-સાગર જલે, વિપિને મુંઝાય, આપત્તિ સિંહ-અહિ-વ્યાઘ્રતણી જણાય; ત્યાં દિવ્ય મંત્ર, અખૂટ કામ, મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ. દારિદ્ર-રોગ-જનનાં, સહુ કષ્ટ ટળે, સંપત્તિ-પુત્ર-વનિતા, સુખમાર્ગે વાળે; એવો મહાન નવકા૨, સુહર્ષ ધામ, મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ. શ્રીપાળ, રાણી મયણા ધરણેન્દ્ર આદિ, પલ્લિપતિ અમર, કંબલ-શંબલાદિ; પામ્યાં બધાં રટણથી, શુચિ સિદ્ધિ, મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ. એવો મહાન શુચિ મંત્ર મનુષ્ય પામે, સંસારના ત્રિવિધ તાપ બધા વિરામે; દેવેન્દ્ર કિશ૨ ૨ટે, મુખ અષ્ટ યામ, મંત્રાધિરાજ ! પરમેષ્ટિપદે પ્રણામ.
મહામંત્ર નવકારના પ્રભાવને સરળ અને સુગમ શૈલીમાં સ-૨સ ભાષામાં અહીં વાચા આપી છે. શબ્દો સમજાય એવા છે. પરિવારના સભ્યો સાથે બેસી આ અષ્ટકનું ગાન કરે તો, ઘરમાં દિવ્ય વાતાવરણ પ્રસરે. ‘મંત્રાધિરાજ ! પરમેષ્ઠિપદે પ્રણામ' નો શબ્દઘોષ વિશેષ લાભકર્તા છે. પરિવારના આપસના સંબંધો સંપીલા, મધુર અને સુખમય રાખવા આવા અપાર્થિવ તત્ત્વની આવશ્યકતા હોય છે જ. આ અષ્ટકના શબ્દો પાછળના ભાવમાં ડૂબકી મારવાથી ભાવ લોકની ઝલક લાધે છે, રોજ-રોજ આવા શબ્દોના સેતુ દ્વારા અગોચર તત્ત્વ સાથે અનુસંધાન રચાય તે જરૂરી છે. અનુસંધાન માટે શબ્દો સહાયક છે. કવિ મનોજ ખંડેરિયાએ કહ્યું છે : ‘મને સદ્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઇ દોડવા બેસું, વરસોનાં વરસ લાગે.’
અગમના એ લોકમાં ચરણ લઇને તો ક્યાં પહોંચાય ? શબ્દો એ સોગાદ છે, તેથી આવા શબ્દો દ્વારા શબ્દાતીત સાથે મેળાપ કરી લેવો જોઇએ.
તિર્મલાબેત શામજીભાઇ છેડા (કચ્છ દેશલપુર-તારદેવ) હસ્તે : શ્રી હિતેનભાઇ શામજી છેડા
८०