________________
શરીરરચનામાં જે બુદ્ધિનું સ્થાન છે, વૃત્તિઓનું સ્થાન છે, તેનાં કેન્દ્રો છે, તે બધાનું માઁ નીચેની બાજુએ છે. વૃત્તિઓ નીચેની તરફ. બુદ્ધિ નીચેની તરફ. તેથી માણસનું ચિંતન નીચેની તરફ જાય છે. નીચે આપણું કામનાકેન્દ્ર છે, આપણી બધી બુદ્ધિ કામ-કેન્દ્ર તરફ જાય છે. આપણી ચેતનાનો સમગ્ર પ્રવાહ નીચેની તરફ જાય છે. જ્યારે આપણે નમસ્કાર મહામંત્રની આરાધના કરીએ છીએ અને શક્તિ કેન્દ્રથી પ્રારંભ કરીને સુષુમ્માના માર્ગથી જ્ઞાનકેન્દ્ર સુધી શ્વાસને લઇ જઇએ છીએ, તો તેનો અર્થ છે કે આપણે નીચેથી ઉપર તરફ આરોહણ કરી રહ્યા છીએ. તળેટીથી શિખર તરફ ચઢી રહ્યા છીએ. એ સ્થિતિમાં વૃત્તિઓનું મોં બદલાઇ જાય છે. તેઓ ઊર્ધ્વમુખી બની જાય છે. બુદ્ધિ જે નીચેની તરફ મોં કરીને લટકી રહી
એવી કોઇ જૈન આ દુનિયામાં ભાગ્યે જ હશે કે જેણે શ્રી નવકારનું નામ નિહ સાંભળ્યું હોય. અને એવા જૈન પણ બહુ જ
ઓછા હશે કે જેમને શ્રી નવકાર મોંઢે નહિ હોય. કંઠસ્થ શ્રી નવકારને આપકો હૃદયસ્ય કરવાનો છે. વાણી વડે આપણે શ્રી નવકારનો જે જાપ કરીએ છીએ તે જાપને વાણીના પ્રદેશથી આગળ વધારીને મનમાં લઇ જવાનો છે.
આજના કાળમાં માણસોના મનની શાન્તિ ઓછી થઇ છે. “અમને ઊંઘ નથી આવતી એવી ફરિયાદો ઠેર ઠેર સાંભળવા મળે છે. માંદગી આવતાની સાથે માણસ બેબાકળો બની જાય છે, ‘હાય બાપ, હવે શું થશે ?' થોડી પણ મુશ્કેલી આવતાં જેની તેની પાસે રોવા બેસી જાય છે. આ બધી નબળાઇઓ દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય શ્રી નવકાર છે, શ્રી નવકારનો જાપ છે, શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોનું સ્મરણ છે, તેમના ગુણોનું મનન છે, ઉપકારોનું ચિંતન છે.
નવકારશરણ બહુજન તરણ... પૂ. આચાર્યદેવ શ્રી કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ સાહેબ
શ્રી નવકારના ઉપયોગપૂર્વકના જાપમાંથી જન્મતાં આંદોલનો વિસ્તરીને ચિત્તશુદ્ધિનું જે કાર્ય કરે છે તે સૂર્યનાં કિરણો પણ કરી શકતાં નથી.
હતી. તે ઉપરની બાજુ મોં ફેરવી લે છે. આપણી બધી વાસનાઓ બુદ્ધિ અને વૃત્તિઓના ઊંધા મુખનો સહારો લઇને પોષાતી હતી. જ્યારે બુદ્ધિનું મોં બદલાઇ ગયું. વૃત્તિઓનું મોં બદલાઇ ગયું ત્યારે બિચારી કામનાઓ, વાસનાઓ સુકાવા લાગે છે અને ચેતનાનું ઊર્ધ્વરોહણ થવાનો પ્રારંભ થઇ જાય છે.
શ્રી નવકારનો આરાધક એટલે શ્રી અરિહંતનો શરણાગત. એક રાજાના શરણે જનારને પણ અનેક સુખ-સગવડો સાથે સલામતી સાંપડે છે, તો રાજાઓના પણ રાજા અને ઇન્દ્રોને
નમસ્કાર મંત્ર મહામંત્ર હોવાનું કારણ છે-વૃત્તિઓનું ઊીકરા, બુદ્ધિનું ઊર્ધ્વકરણ મંત્રનો એકેએક શબ્દ આત્મભાવનાનું ઊર્ષીકરણ કરે છે. મૈં ચાર કારણો રજૂ કર્યાં. એની સમાર્લોચના કરતાં કહી શકાય કે આ નમસ્કાર મંત્ર યથાર્થમાં મહામંત્ર છે.
પણ સદા પૂજ્ય એવા શ્રી અરિહંત પરમાત્માના શરણાગતના યા કોડ અધૂર રહે ? અર્થાત્ સર્વ કોડ જરૂર પૂરો થાય જ.
આવા પરમ ઉપકારી શ્રી અરિહંત જેમના હૃદયમાં વસે છે, ને વિશ્વમિત્ર બને છે. સઘળા જીવોના હિતનો સાધક બને છે. પરમાર્થ સિવાય બીજો કોઇ ‘સ્વાર્થ’ તેના હૃદયમાં ટકી શકતો નથી.
શ્રી નવકારનો જાપ કરનારા સહુ પુણ્યશાળી આત્માઓએ આત્મનિરીક્ષણ કરીને એ નક્કી કરવું જોઇએ કે શ્રી અરિહંતની આજ્ઞામાં અમારાં મન અને હૃદય રંગાયાં છે કે નહિ ? જો રંગાયા હોય તો રાજી થવું અને એમાં જેટલા પ્રકારની ખામી હોય છે તે ખામીને ટાળવા પ્રમાદને છોડીને પ્રતિદિન હૃદયના સાચા ભાવ અને ચિત્તની જાગૃતિપૂર્વક પ્રયત્નશીલ બની શ્રી નવકા૨ને શરણે જવું જોઇએ.
‘મારે તો તું સમરથ સાહિબ' કહીને એના જ બની જવું જોઇએ. પછી આપણને કોઇ વાતે ઓછું નહિ આવે, આપણી પૂર્ણતાના પ્રચંડ પડઘા આપણા પ્રામાં પડશે.
નમસ્કારનું શરણું એટલે જ પરિપૂર્ણતાનું શરણું, ભવજલ તરણું, એ ટંકશાળી સૂત્રને જીવનસૂત્ર બનાવીને આપણે સહુ નવકારના જાપમાં લીન બની વહેલા વહેલા પરિપૂર્ણતાના ચરમ શિખરે જઇ પહોંચીએ.
નયનાબેત અશ્વિનભાઇ શાહ (ઘાટોપર)
૬૧