________________
(સિદ્ધ)નો પ્રથમ અક્ષર પણ 'જ્ઞ' છે. તે બંનેની સંધિ કરીએ તો ઞ + અ = ઞ થાય છે. તેમાં આચાર્યનો પ્રથમ અક્ષર 'મા' જોડીએ તો આ + ઞ = ઞ થાય છે. તેમાં ઉપાધ્યાયનો
પ્રથમ અક્ષર '૪' જોડીએ તો આ + ૩ = અે થાય છે. અને તેમાં મુનિ (સાધુ)નો પ્રથમ અક્ષર `મ્' જોડીએ તો `ોન્ ́ એવો એકાક્ષરી મંત્ર બને છે. જૈન ધર્મમાં ૐ ને ઈં આ રીતે
લખવામાં આવે છે. તેનો અર્થ એ છે કે ૐ ની ઉપર જે અર્ધચંદ્ર દર્શાવવામાં આવ્યો છે. તે સિદ્ધશિલાનું પ્રતીક છે. અને તેની પર જે બિન્દુ કરેલ છે તે સિદ્ધ પરમાત્માનું સર્વથી
કર્મ રહિત સ્વરૂપ સૂચવે છે. આ પ્રમાણે ૐની આકૃતિ બનાવવાનો હેતુ એ છે કે đમંત્રનો જાપ કરવાથી જીવાત્મા આ લોકમાં સુખ-સંપત્તિ પામે છે અને પરલોકમાં સિદ્ધગતિ પામે છે.
આ વિશ્વ અનાદિ છે, જૈનધર્મ પણ અનાદિ છે અને સતત સ્મરવા યોગ્ય પંચ પરમેષ્ઠિ પણ અનાદિ છે. આ પરમેષ્ઠિના પ્રથમ અક્ષરોનું સંયોજન થવાથી ‘ૐ' એવો એકાક્ષરી મંત્ર નિર્માણ થયો છે. એટલે ૐ પંચ પરમેષ્ઠિ જેટલો જ પવિત્ર અને પ્રભાવક છે.
આપણા મહર્ષિઓએ કાર અર્થાત્ પ્રણવમંત્રનો મહિમા ગાતા કહ્યું છે કે કોઇ પણ મંત્રનો જાપ કરતા સર્વ પ્રથમ ૐ મંત્રનું ઉચ્ચારણ કરીને મંત્ર બોલવાથી તેની શક્તિ યથાર્થ પણે જાગ્રત થાય છે અને તેથી ઇષ્ટ કાર્યો શીઘ્ર સિદ્ધ કરી શકાય છે. મૈં કારનું આવુ માહાત્મ્ય હોવાથી જ સર્વ મંત્રોની આદિમાં તેનું ઉચ્ચારણ શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે
છે.
આત્મ શક્તિઓને મૌલિક તથા સ્વાભાવિક સ્વરૂપે
પ્રગટ કરાવવામાં ૐકાર મંત્ર અત્યંત સાર્થક છે. આપણા મહર્ષિઓનો અનુભવ છે કે ૐ કારમાં આત્મશોધનની અદ્ભૂત શક્તિ છે. તેથી જ આ મહામંત્ર તરફ આટલી વ્યાપક શ્રદ્ધા
પ્રાચીનકાળથી સાધક વર્ગમાં ચાલી આવી છે. ૐ મંત્રની રચનામાં અક્ષરો એવી રીતે ગોઠવાયા છે, એવું સામજસ્ય રહેલું છે કે એનો વિધિપૂર્વક તાલબદ્ધતા સાથે જાપ કરવાથી ફેફસામાં પ્રાણવાયુનું આવાગમન એવી રીતે થાય છે કે શરીરના
સઘળા અંગોપાંગની જાવન શક્તિ વધે છે, શરીરમાં સ્વસ્થતા આવે છે અને બગડેલું સ્વાસ્થ્ય ફરી સુધરી જાય છે.
# મંત્રની જાાકારી પછી હવે આપણે 'હી’ મંત્ર વિષે થોડું જાણીએ. જૈન ધર્મગ્રંથોમાં ‘ડ્રી’ને આ રીતે પણ ઓળખવામાં આવે છે.
‘ઠ્ઠી' મંત્રને માયાબીજ પણ કહે છે. ડ્રીંકાર એટલે
ત્રૈલોક્યાક્ષર. આ હી કાર મંત્રમાં પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ સ્વામીથી લઇ શ્રી મહાવીરસ્વામી સુધીના ૨૪ તીર્થંકરો સમાયેલા છે તેથી જ આપણા શાસ્ત્રમાં કહેવાયું છે કે–
अस्मिन बीजे स्थिरता सर्व ऋषभाद्या जिनोत्तमाः । वार्णेनिजैनिजैर्युक्ता ध्यातव्यास्तत्र संगताः ॥ અર્થાત્ આ હ્રી કાર બીજમાં પોતપોતાના વર્ષોથી યુક્ત એવા સર્વોત્તમ ઋષભાદિ ચોવીસ તીર્થંકર ભગવંતો છે. તેમનું વર્ણાનુસા૨ ધ્યાન ધરવું.
શ્રીકાર મંત્ર પંચપરમેષ્ટિમય છે, સિદ્ધચક્રમય છે, તત્ત્વત્રયીમય છે, ગુણમય છે, સર્વ તીર્થમય છે, પંચભૂતાત્મક છે, વળી જે લોકપાલોથી અધિષ્ઠિત છે, ચંદ્ર-સૂર્ય આદિ ગ્રહોથી પણ યુક્ત છે અને દશ દિક્પાલોથી સુરક્ષિત છે.
ઠ્ઠી
કાર મહા મંત્રાક્ષર હોઇ અનેક પ્રકારની દૈવીશક્તિથી તે ભરપૂર છે. તે સર્વકામના પૂર્ણ કરનાર મંત્ર છે. બધા મંત્રોમાં પહેલો અર્થાત્ મુખ્ય હોવાથી તે આદિ મંત્ર તરીકે પણ શૈલોક્યવર્ણ તરીકે પણ તેનું સંબોધન થાય છે. ‘હી' ના સંબોધાય છે. ત્રણેય લોકનું ઐશ્વર્ય ધરાવનાર હોવાથી ત્રૈલોક્યવર્ણ તરીકે પણ તેનું સંબોધન થાય છે. ‘હ્રી’ ના
પવિત્ર મંત્રોચ્ચાર દ્વારા તીર્થંકર પરમાત્મા આદિના ધ્યાનની સાથે સમગ્ર સૃષ્ટિ સમગ્ર ઉર્જા અને સમગ્ર દેવતાઓને આહ્વાન કરવામાં આવે છે.
આપણું શરીર પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વનું બનેલું છે. જેને પંચ મહાભૂત પણ કહે છે. આપણી પાંચેય આંગળીઓમાં આ પાંચેય તત્ત્વ
સમાય જાય છે. એથી આપણી આ પાંચેય આંગળીઓ દ્વારા વિવિધ મુદ્રાથી ભાવપૂર્વક કરાતા નવકાર જાપથી અસાધ્ય રોગોનું પણ નિવારણ થયાના અસંખ્ય દાખલાઓ આજે
કુંવરબેત હંસરાજ માણેક છાડવા (ચેમ્બુર)
૪૩