________________
જયંતભાઇ ‘રાહી’ ને મળ્યા અને આંખમાં આંસુ સાથે પોતાની તેનો સહેજ પણ અણસાર તેના મોટાભાઇને ન આવ્યો !
આપવિતિ કહી. તેમના જીવનમાં નવકારમંત્ર સંવની બનીને આવ્યો. અને તેમની શ્રદ્ધા કંઇ રીતે ફળી તેની વિસ્તૃત વાત કરી ત્યારે શ્રી જયંતભાઇ ‘રાહી’એ નવકારનિષ્ઠ આ દંપતિને ભાવપૂર્વક પ્રણામ કર્યા. અને કહ્યું કે નવકાર મંત્ર પરની તમારી શ્રદ્ધાનો જ આ વિજય છે. તમારી નવકાર નિષ્ઠાને ખરેખર ધન્યવાદ છે. તમારા જીવનની આ ઘટના અનેકો માટે પ્રેરણા રૂપ બની રહેશે.
શ્રી જયંતભાઇ ‘રાહી’ના નવકાર જાપ અનુષ્ઠાનમાં જોડાનાર અનેક આરાધકોએ નવકાર મંત્રનો પ્રત્યક્ષ પ્રભાવ અનુભવ્યો છે. શ્રી જયંતભાઇ ‘રાહી'ના આ દિવ્ય અનુષ્ઠાને માત્ર ભારતમાં જ નહિ વિદેશોમાં પણ તેજ રેલાવી જનજનના હૈયે નવકાર મંત્રની આહલેક જગાવી છે. શ્રી જયંતભાઇ ‘રાહી’ ની નવકાર સાધનાની આજ ખરી ફલશ્રુતિ છે. -ભદ્રા રાજેશ છેડા (પુનડી-ઘાટકોપર)
સમા વ્યા સૌ સ્વાર્થના...!
બે સગા ભાઇઓની આ વાત છે. આ બંને ભાઇઓને પોતાના માતા-પિતાનો પૂર્ણ પ્રેમ પ્રાપ્ત થયો હતો. તેમની છત્રછાયામાં તેમનો ઉછેર થયો હતો. આ બંને ભાઈઓ પિતાના બોક્ષપેકિંગ અને પ્લાસ્ટીકની થેલીઓના મોટા વ્યવસાયમાં પોંટાયા. બંને ભાઇઓના લગ્ન થઇ ગયા. એવામાં એકાએક પિતાશ્રીનું અવસાન થયું. વ્યવસાયની બધી જવાબદારી બંને ભાઈઓ પર આવી પડી. મોટોભાઇ એકદમ સરળ અને શાંત હતો. તેણે ધંધા માટે નાનાભાઇને વધુને વધુ સત્તા સોંપી દીધી. નાનોભાઈ પણ કુશળતાપૂર્વક વ્યવસાયને આગળ વધારી રહ્યો. દિન-પ્રતિદિન ધંધાનો વિકાસ થઇ રહ્યો છે એવી ભ્રમણામાં મોટાભાઇએ ધંધામાં ખાસ ધ્યાન આપ્યું નહિ. તેને પોતાના નાનાભાઇ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો. પરંતુ એક દિવસ એવો આવ્યો કે તેના આ નાનાભાઇએ ખૂબ જ ચાલાકીથી અને સીફતથી સંપૂર્ણ ધંધો પોતાના ના પર કરાવી લીધો. આ કામ એટલી હોશિયારીથી તેણે કર્યું કે
છેવટે મોટાભાઇને આ વાતની ખબર પડી. નાનાભાઇએ કરેલા વિશ્વાસઘાતથી તેમને જબરો આધાત લાગ્યો. તેમની મતિ મુંઝાઇ ગઇ. પોતાના જ પરાયા થઇ જાય પછી રાવ કે ફરિયાદ કોને કરવી ? કેટલાક આપ્તજનોની સલાહથી મોટાભાઇએ જ્યોતિષિયો અને તાંત્રિકોનો સહારો લીધો પણ તેમાં કંઇ વળ્યું નહિ. છેવટે
કોઇએ તેમને કોર્ટમાં જવાની સલાહ આપી અને મોટાભાઇએ નાનાભાઇ સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો, કોર્ટનાં ચક્કરોથી અને ઘરની કથળેલી આર્થિક પરિસ્થિતિથી મોટાભાઇનું માનસિક ટેન્શન દિવસે દિવસે વધવા લાગ્યું. પરિણામે એક દિવસ અચાનક તેમને હાર્ટએટેક આવ્યો. ડૉક્ટરની સમયસરની સારવારથી તેઓ બચી તો ગયા પરંતુ ‘આ સંસારમાં કોણ છે તારું ?' નો અનુભવ પણ તેમને થઇ ગયો ! એક હિતેચ્છુ મિત્ર તેમને માર્ગ બતાવ્યો કે આ બધી ઉપાધિના નિવારણ માટે તું ચેમ્બુર તીર્થમાં દર બેસતા મહિને યોજાતા શ્રી જયંતભાઇ ‘રાહી’ના જાપમાં જા. તને તેનાથી બે લાભ થશે. એક તો મીની શત્રુંજય ગણાતાં ચેમ્બર તીર્થના શ્રી આદિનાથ દાદાના દર્શનનો લાભ મળશે અને જાપમાં મહામંત્ર નવકાર નું ૧૦૮ વાર સ્મરણ કરવાની તક સાંપડશે, તેને આખો મહિનો સુખ-શાંતિ તો રહેશે જ. પણ તારા પર આવેલ આ આફતને પણ આ મહામંત્રના સહારાથી દૂર કરી શકાશે.
એક બેસતા મહિનાના સુપ્રભાતે આ ભાઇ ચેમ્બુરમાં નવકાર જાપમાં પહોંચી ગયા. ચેમ્બુર તીર્થનાયક શ્રી આદિનાથ દાદાના દર્શન કરી જયંતભાઈના નવકાર જાપમાં બેઠા. અને જેમ જેમ જાપ આગળ વધતો ગયો તેમ તેમ તેમને અપૂર્વ શાંતિ મળતી ગઇ. નવકાર જાપમાં તેમને ખૂબ આનંદ આવ્યો. એ પછી તો તેઓ નિયમિત દર બેસતા મહિને નવકાર જાપમાં આવવા લાગ્યા. અને શ્રદ્ધાપૂર્વક નવકાર જાપ કરવા લાગ્યા. નવકાર મંત્રની આરાધનાને કારણે તેમણે પૂર્ણ માનસિક શાંતિ પ્રાપ્ત થઇ. આમને આમ બે વર્ષના વહાણા વીતી ગયા. એ દિવસ પણ બેસતા
(સ્વ.) શ્રીમતી વસંતબેન દીપચંદભાઇ દોશી પરિવાર (મોટી ખેરાળી-મુલુન્ડ)
હસ્તે : શ્રી દીપચંદભાઇ જેચંદભાઇ દોશી
૨૪૧