________________
તેમાં અચૂક ભાગ લે છે. આ શ્રાવક અને શ્રાવિકાને નવકાર મંત્ર પર અતૂટ શ્રદ્ધા છે. અને એથી જ તેઓ બંને આજ સુધી આ નવકાર જાપ એકેય વખત ચૂક્યા નથી.
આ સંસારમાં કર્મની ગતિ ન્યારી છે. કર્મની લીલા કળી ન શકાય તેવી ગહન છે. જૈનધર્મના કર્મવાદની પૂરી સમજણ ધરાવતાં આ દંપતિએ ‘બંધ સમય ચિત્ત ચૈતીએ ઉદયે શો સંતાપ સલૂણા’નું બ્રહ્મ વાક્ય પોતાના જીવનમાં આત્મસાત કર્યું છે. ઉઠતાં, બેસતાં, સુતાં, જાગતાં, ચાલતાં, ફરતાં તેઓ નવકાર મંત્રને કદાપિ ભૂલતા નથી. સવા૨, બપોર, સાંજ અને રાત્રે તેઓના હૈયામાં સતત નવકાર મંત્રનું ટા ચાલુ જ હોય છે. મધ્યમવર્ગી આ દંપતિ ચેમ્બુરના તીર્થપતિ શ્રી આદિશ્વરદાદાની સેવાપૂજામાં હંમેશા ઓતપ્રોત થતાં જોવામાં આવે છે. વેપાર-ધંધામાં પોતાની નીતિમત્તા ક્યારેય ચૂકી ન જવાય તેની સતત કાળજી તેઓ લે છે. આવા ધર્મનિષ્ઠ પરિવાર ૫૨ કર્મોદયે એક ઓચિંતી આફત આવી પડી. એક સવારે આ શ્રાવક પથારીમાંથી ઊભા થઇને પોતાના નિત્ય ક્રમ પ્રમાણે શુદ્ધ આસને બેસી નવકા૨ માળા ગણવાની તૈયારી કરતાં હતાં. ત્યાંજ તેમને ચક્કર આવતા પડી ગયા. પડતાની સાથે જ તેમને જોરદાર હાર્ટએટેક આવ્યો અને તેઓ બેભાન બની ગયા, પરિવારજનોએ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યા. અહીં ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલુ થાય તે પહેલા તો આ શ્રાવકના મુખમાંથી નો અરિહંતાણં, નમો સિદ્ધાણં...એમ નવકાર મંત્રનો નાદ શરૂ થયો. ડૉક્ટરોએ પ્રાથમિક ઉપચાર શરૂ કર્યો અને સૌના આશ્ચર્ય વચ્ચે તેમને તદ્દન સારું જણાયું. ડૉક્ટરોએ પણ તેમને તપાસીને ઘરે જવાની રજા આપી. પરંતુ તેમણે એક વાત ખાસ કરી કે આ ભાઇને વહેલી તકે બાયપાસ કરાવી લેવું જરૂરી છે.
આ શ્રાવક તો ઘરે આવી ફરી પાછા પોતાની ધમિરાધનામાં જોડાઇ ગયા. આમ ત્રણ માસ પસાર થઇ ગયા. અને એક દિવસે બપોરે ફરી પાછા આ શ્રાવકને ચક્કર આવ્યા અને ફર્સ પરથી પડી ગયા. તેમના સમગ્ર શરીર પર પેરેલીસીસનો હુમલો આવ્યો. વાચા બંધ પડી ગઇ. એટલું જ
નહિ યાદશક્તિ ઓછી થતાં કોઇને ઓળખવાનું પા બંધ થયું. પરિવારના સભ્યોએ તાબડતોબ ચેમ્બુરની જોય હોસ્પિટલમાં તેમને દાખલ કર્યાં. તાત્કાલિક સારવાર ચાલુ થઈ. આ શ્રાવકની વાચા બંધ થઇ હોવા છતાં હૉસ્પિટલમાં દાખલ થયાને એક કલાક પછી શ્રી જયંતભાઇ 'રાહી' જાપમાં જે રીતે ગાય છે તે રાગમાં નવકારનું જોર જોરથી ઉચ્ચારણ કરવા લાગ્યા. એક દિવસ, બે દિવસ એમ સતત દિવસો વીતતા ગયા. સારવાર પણ ચાલુ રહી પરંતુ હજુ તેઓ પરિવારના સભ્યોને ઓળખી શક્તા ન હતા. અને નવકા૨ સિવાય કોઇ શબ્દ બોલી શકતા ન હતા. આમ અઠવાડીયું પસાર થઇ ગયું. હૉસ્પિટલમાં જોર જોરથી નવકાર બોલતા આ શ્રાવકની સ્થિતિ જોઇને પરિવારની સાથે ડૉક્ટર, નર્સ વગેરે પણ ચિંતામાં પડી ગયા. નવકાર સ્પષ્ટ બોલી શક્યો આ માકાસ અન્ય એક શબ્દ પણ બોલી ન શકે તેનું સોને આશ્ચર્ય થયું. નવમા દિવસનું પ્રભાત તેમના પરિવાર માટે શુભ સંદેશ લઇને આવ્યું, આ શ્રાવકે તે દિવસે પૌઢિયે આપ્તજનોને નામ દઇને બોલાવ્યા. સૌને આનંદ સાથે આશ્ચર્ય થયું. ડૉક્ટરોને પણ બોલાવવામાં આવ્યા. ડૉક્ટરોએ તપાસ કરીને કહ્યું કે તેમની તબિયત હવે નોર્મલ છે. ચિંતાનું હવે કોઇ કારણ નથી. તમે આજે જ તેમને ઘરે લઇ જઇ શકો છો.
આ શ્રાવકને ઘરે લાવવામાં આવ્યા. તેમને થોડી નબળાઇ જણાતી હતી પરંતુ પંદર દિવસમાં તો તેઓ પૂર્વવત હરતાં ફરતાં થઇ ગયા. પેરેલીસીસનું કોઇ નામોનિશાન ન રહ્યું, આ શ્રાવક છેલ્લા બે મહિનાથી દર બેસતા મહિને પોતાના પત્ની સાથે પુનઃ નવકાર જાપમાં આવવા લાગ્યા.
આ શ્રાવક પર આવી પડેલ આ આક્તનું નિવારણ નવકાર મંત્રના પ્રભાવે જ થયું છે તેમ તેઓ અને તેમનો પરિવાર દઢ પણે માને છે. એટલું જ નહિ તેમણે તેમના સમગ્ર પરિવારજનોને, આપ્તજનોને, મિત્રોને નવકાર મંત્રની પ્રચંડ શક્તિનો પરિચય કરાવી તેમને સૌને નવકારમય બનાવ્યા છે. તેમના પ્રયાસોથી અનેક લોકો નવકાર જાપમાં જોડાયા છે.
આ શ્રાવક-શ્રાવિકા ગતે મહિને ચેમ્બુર તીર્થે શ્રી
માતુ શ્રી રંભાબેન મણિલાલ વોરા (જેસર / રાજપરા-મલુન્ડ)
હસ્તે : શ્રી ઇન્દ્રવદન મણિલાલ વોરા
૨૪૦