________________
દરબાર બાલુભા મફાજી વાધેલા વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવના દર્શનાર્થે આવેલ. ત્યાં શિવર્ય શ્રી મહાયશસાગરજી મહારાજ વિહાર કરતા પધારેલા. તેઓને સંત મહાત્મા સમજી મહારાજજી પાસે આવીને બેઠા. તેઓ રોજની સો બીડી પીતા હોવાથી પૂ. મહારાજશ્રીએ બીડીથી શારિરીક તથા આર્થિક નૂકશાન બતાવ્યું. સરળ સ્વભાવી હોવાથી દિલમાં વાત જચી જતાં તે જ સમયે બીડીનો સદંતર ત્યાગ કરી બાધા લઇ લીધી.
આ પરિચય પછી દર વર્ષે પૂજ્ય રવિર્યશ્રી જ્યાં ચોમાસુ હોઇ ત્યાં વંદન કરવા આવવા લાગ્યા અને વ્યાખ્યાન સાંભળતા ધર્મ પામતાં ગયા. છેલ્લા ત્રણ વર્ષથી તો ચોસઠ પહોરી પૌષધ કરે છે. અને ચાર વર્ષથી કંદમૂળ ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ, દર એકાદશીના મૌનપણે ઉપવાસ અને રોજ સવારનો એક કલાક નવકાર મંત્રનો જાપ ચાલુ કરેલ છે. તેમને જૈન ધર્મ અને નવકાર મંત્ર ઉપર અતૂટ શ્રદ્ધા બેઠી છે.
ગયા વર્ષે મોન એકાદશીનો ઉપવાસ કરી નવકાર મંત્રનો મૌનપણે જાપ કરતા હતા. મૌનનો એક કલાક પૂરો થયો ન હતો. તેમના ભત્રીજાને વાલ્વનું ઓપરેશન કરાવેલ તેને અચાનક એકાએક લોહીની વોમીટ ચાલુ થતાં ઘેરથી તેડવા તેનો ભાઇ આળો, તેમણે નવકાર મંત્ર ગણવામાં એક કલાક પુરો થવાની વાર હતી એટલે તરત પાણીનો ગ્લાસ મંગાવી તેના ઉપર રૂમાલ ઢાંકી બાર નવકાર ગણી આવનાર ભાઇને કહ્યું કે આ પાણી પાઇ દેજો.
જેવું પાણી પીવડાવ્યું કે, તરત જ લોહીની વોમીટ તદ્દન બંધ થઇ ગઇ. ગામમાં સૌને અજાયબી લાગી. તે ભાઇ આજ સુધી સારી હાલતમાં છે. આ પ્રસંગથી દરબારને નવકાર મંત્રમાં ખૂબ શ્રદ્ધા મજબૂત થઇ છે.
ફરી એકવાર તેઓ સામાયિક લઇ ધાર્મિક અભ્યાસ કરતા હતા. ત્યાં ગામમાં એક જુવાન ભાઇને વીંછી કરડતાં બેભાન થઇ ગયો. ગામના લોકોને દરબાર ઉપર પૂરી શ્રદ્ધા હોવાથી તેમની પાસે લાવ્યા. દરબારે મનમાં ખરી શ્રદ્ધાપૂર્વક નવકાર ગણી સંકલ્પ કર્યો કે હું આ ક્રિયા સાચી શ્રદ્ધાથી કરતો હોઉં તો આ યુવાનને સારું થઇ જાઓ ! એમ કહી ભેંસનો છેડો ડંખ ઉપર અડાડવો કે તરત વીંછી ઉતરી ગર્યા
અને તે ભાઇ બેભાન હતા તે ભાનમાં આવી ઊભા થઇ ગયા. ત્યારથી ગામના સૌને ખૂબ શ્રદ્ધા બેઠી છે.
દરબાર રૂબરૂ આવેલા ત્યારે કહેતા હતા કે આ નવકાર મંત્રના સ્મરણથી મારા ઘણા કઠીન કાર્યો પણ સહેલાઇથી થતા હોય છે. તેઓ પોતે દ૨ વર્ષે પર્યુષણ પર્વમાં ચોસઠ પહોરી પૌષધમાં ચાર ઉપવાસ અને ચાર એકાસણા કરે છે. આ રીતે આ કાળમાં પણ શ્રતા રાખનાર ઘણાને નવકાર મંત્ર ફળી રહ્યો છે.
-પૂ.આ. શ્રી વારિષણસૂરીશ્વરજી મ.સા. નવકાર તારો મહિમા અપરંપાર....
જૈન ધર્મના પ્રકાંડ વિદ્વાન પંડિતવર્ય શ્રી ધીરજલાલ ટોકરશી શાહના જીવનમાં બનેલી મહામંત્ર નવકારના પ્રભાવની આ એક અદ્ભૂત ઘટના છે. થોડા વર્ષ પહેલા શ્રી ધીરજભાઇએ પોતાના એક પુસ્તક પ્રકાશનનો સમારોહ મુંબઇના પાટકર હોલમાં રાખ્યો હતો. દિવસ હતો ૧ લી જુલાઇનો. પાટકર હોલ આ માટે બે મહિના પહેલા બૂક કરાવી લીધો હતો. એ પછી તેમના મિત્ર વર્તુળને ખ્યાલ આવ્યો કે જુલાઇના પ્રારંભે તો મુંબઇમાં સતત વરસાદ હોય છે. તેથી તેઓ બધા ધીરજભાઇને આ દિવસનો કાર્યક્રમ કેન્સલ કરી બીજી કોઇ તારીખે તે રાખવા આગ્રહ કરી રહ્યા હતા. પરંતુ આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ આવવાના હોય તેમને તારીખ અને સમય પણ અપાઇ ગયો હોય આ કાર્યક્રમ કેન્સલ કરવો શકય ન હતો. ધીરજભાઇ પણ મુંઝવણમાં હતા કે વરસાદ આવશે તો આપણો આ કાર્યક્રમ ફ્લોપ થવાનો ! ધીરજભાઇ અને તેમના મિત્રનો એ ભય સાચો ઠર્યો. તા. ૩૦ મી જુનના સવારથી મુંબઇમાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. ચારે બાજુ જળ બંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ. મુંબઇમાં ટ્રેન અને બસનો વ્યવહાર પણ થંભી ગયો. વરસાદ બંધ થવાના કોઇ અણસાર જણાયા નહિ. ધીરજભાઇ ચિંતામગ્ન બની ગયા. તેઓએ હવે મહામંત્ર નવકારનો આશરો લીધો. નવકા૨ મહામંત્રના તેઓ પરમ ઉપાસક હતા. તેમણે કહ્યું કે હે મહામંત્ર ! હવે સઘળી બા તારા હાથમાં છે !' તેઓ
માહિ અમીત કુરિયા (કચ્છ સાભરાઇ)
હસ્તે : રેખાબેન રમણીકલાલ ગડા
૨૦૧