________________
નવ નજરાણા
नमो अरिहंताणं नमो सिद्धाजं नमो आधरियावं नमो ज्यानं મા તી સ્વર, વપરા
શ્રી નવકારના
પૂ.મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ સાહેબ
૧. પાપ વિનાશ, પુણ્ય વિકાસ ઃ મનુષ્ય ભવ કરતાંય દુર્લભ શ્રી નવકાર મહામંત્રના એક જ અક્ષરના ઉચ્ચાર માત્રથી સાત સાગરોપમના, પદ બોલતાં ૫૦ સાગરોપમના, પૂરો નવકાર બોલતાં ૫૦૦ સાગરોપમના અને સંપૂર્ણ નવકારમાળાનો જાપ કરતાં ૫૪,૦૦૦ સાગરોપમનાં પાપકર્મો નાશ પામી જાય છે. પાપો અને દોષોનો વિનાશ ક૨વો અને પુણ્ય તથા ગુણોનો વિકાસ કરવો તે નવકાર મહામંત્રની વિશિષ્ટ સાહજિક શક્તિ છે.
૨. નવલખા જાપથી દુર્ગતિનાશ: માનવ ભવમાં નવ લાખ નવકાર મહામંત્રનો જાપ કરનાર પુણ્યાત્મા નવ ભોમાં તો વિધિપૂર્વકનાં જાપથી મોક્ષના શાશ્વત સુખને પણ
પ્રાપ્ત કરી લે છે. એક જ ભવમાં થયેલ નવ લાખ જાપના પ્રભાવે જીવાત્મા નરક અને તિર્યંચ ગતિ છેદી નાખે છે. પશુપંખી, કીડા-મંકોડા, તુચ્છ જીવજંતુ કે ઝાડપાન તરીકેના ભર્યા નથી લેવા પડતા. નવકારથી ભવપાર પામતા વચ્ચે ફક્ત દેવ અથવા મનુષ્યનાં ઉત્તમ ભવો કરે છે.
૩. તીર્થંકર નામકર્મ અથવા આઠ સિદ્ધિ-નવનિધિ : એક લાખ નવકાર જાપ સાથે એક લાખ પુષ્પો સાથે પરમાત્માની પૂજા કરનાર ફક્ત એક લાખ નવકાર જાપ દ્વારા જ જગતશ્રેષ્ઠ તીર્થંકર નામકર્મની નિકાચના કરી શકે છે. આરાધનાના આઠ ક્રોડ જાપ દ્વારા સતત આઠ આઠ ભવ
સુધી આઠ-આઠ સિદ્ધિઓનો સ્વામી બની શકે છે. નવપયુક્ત
નવપદ-સિદ્ધચક્રમય શ્રી નવકારની આરાધનાથી નવ નિધિઓ પ્રગટી શકે છે. નવગ્રહો પણ અનુકૂળ બની સેવા કરે છે.
૪. નવકાર કરે ભવપાર : શ્રી નવકાર અનાદિ અનંત છે, નૈસર્ગિક છે ઉપરાંત શાશ્વત મહામંત્ર હોવાથી તેની આરાધના સદાય મહાવિદેહમાં અવશ્ય હોય છે. તેમાં નવ તત્ત્વો, નવ રસો, નવ કલાઓ છૂપાયા છે. નવનો અંક શુકનવંત તથા અભંગ છે. સંસાર ભ્રમણના નિમિત્તોમાં રાગ દ્વેષથી ઉત્પન્ન થતાં તનના પાંચ વિષયો અને મનના ચાર કષાયો એમ નવ કારણોને મહાત કરી સાચો વૈરાગ્ય
આપનાર છે. સ્વર્ગ અને અપવર્ગનું મુક્તિ સુખ આપવા સમર્થ છે. તેમાં વ્યાવહારિક નર્વધ વિષયો તથા ભૂગોળ, ગણિત ઇત્યાદિ વિષય પણ છે. માનવી પોતાના દેહ ઉપર જાપને નવ કેન્દ્રોમાં ગોઠવી વ્યવસ્થિત ગણી શકે છે. ઉત્કૃષ્ટ આરાધનાથી મુક્તિ, મધ્યમ આરાધનાથી વિરક્તિ અને જઘન્ય આરાધનાથી પ્રગતિ અવશ્ય મળે છે.
૫. દેવાધિષ્ઠિત ચમત્કારિક પ્રભાવિત : શ્રી નવકારના એક અક્ષર ઉપર ૧૦૦૮ વિદ્યાઓ રહેલી છે. અસંખ્ય દેવતાથી પૂજાય છે. અનેકોને નવકાર ચમત્કારના અનુભવ થયા, થાય છે અને થશે. આ લેખના લેખક પૂ. મુનિરાજ જયદર્શનવિજયજી મ.સા. ની પણ શ્રી નવકારે ચાર વખત મૃત્યુથી રક્ષા કરી છે. જે સત્ય હકીકત સાંભળવાજાણવા જેવી છે. નવકાર ચમત્કારના પ્રાચીન કથાનકો, વર્તમાન પ્રસંગો ખાસ વાંચવા જેવા છે. તેના ૬૮ અક્ષરોમાં અડસઠ તીરથના નામ રહેલા છે. શ્રી નવકાર ચૌદ પૂર્વાનો પણ સાર છે. સરસ્વતી લક્ષ્મી-કાનિ અને બધીય વિદ્યાદેવીઓનો પણ આધાર છે.
૬. ધર્મનું પ્રવેશદ્વાર : માંગલિકોમાં પણ મહામાંગલિક શ્રી નવકાર ધર્મની ધજા છે. શ્રી નવકારની આરાધના વિના ઉગ્ર તપ, આરાધના વિના ઉગ્ર તપ, તીવ્ર જ્ઞાન અને સૂક્ષ્મ ધર્માત્મા અથવા મહાત્મા બને છે. મૃત્યુના સમયે માનવ કે તિર્યંચને પણ જો નવકાર સાંભળવા મળે તો તેની સતિ થાય છે.
હીમઇબાઇ લખમશી ગોગરીતા સ્મરણાર્થે (કચ્છ ડોણ-ભાયખલા)
હસ્તે : સરસ્વતી રતનશી લખમશી ગોગરી
૧૩૯