________________
વિનયના નાશમાં ધર્મનો પણ નાશ છે.” એ પદાર્થ પાઠ જગતને આપવાનું કાર્ય ઉપાધ્યાયોથી થાય છે. આચાર્યોથી જેમ સદાચારોનું સંરક્ષણ થાય છે, તેમ ઉપાધ્યાયોથી વિનયાદિ સદગુણોનું સંરક્ષણ થાય છે, તેઓ સ્વયં વિનય કરે છે અને બીજાઓ પાસે કરાવે છે. વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન (શ્રદ્ધા), દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ તેઓ સ્વયં મેળવે છે અને બીજાઓને મેળવાવે છે. (૫) સાધુઓનો ઉપકાર-સહાય :
આચાર્યો પાસેથી આચાર અને ઉપાધ્યાયો પાસેથી વિનયને મેળવીને મુક્તિમાર્ગની સાધનામાં મગ્ન બનેલા સાધુઓ, મુક્તિમાર્ગના અભિલાષુક ભવ્ય આત્માઓને મુક્તિમાર્ગના અનન્ય સહાયક બને છે. અર્થકામાદિ અન્ય સર્વક્ષેત્રોમાં અન્ય સર્વની સહાય મેળવવી સુલભ છે, પણ મુક્તિમાર્ગમાં સાધુઓની સહાય સિવાય બીજાઓની સહાય મેળવવી સુલભ નથી. સાધુઓની સાધના જ એવા પ્રકારની પળ પળ સમરો
રચાયેલી છે, કે એ સાધના દ્વારા ભવ્ય આત્માઓને મુક્તિમાર્ગને આરાધવા માટેની જરૂરી સહાય આપોઆપ મળી રહે છે. સાધુઓ પાસેથી તે સહાય મેળવનારને એક પાઈનું પણ ખર્ચ કરવું પડતું નથી, સાધુઓ પાસેથી અર્થી આત્માઓને જ્ઞાન પણ મત મળે છે, દર્શન પણ મફત મળે છે, ચારિત્ર પણ મફ્ત મળે છે, શીલ પણ મત મળે છે, તપ પણ મફત મળે છે અને તેના પરિણામે મળતાં સ્વર્ગ અને અપવર્ગનાં સુખો પણ મફત જ મળે છે. તેના બદલામાં સાધુને કશું જ ખપતું નથી. સાધુઓનો એ અનન્ય ઉપકાર છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કૃત ‘યોગશાસ્ત્ર'માં શ્રાવકની દિનચર્યાની ચર્ચા કરતાં કહેવામાં આવ્યું છે કે- પ્રવે દૂર્ત પ્રતિવૃંત, પરમેષ્ટિત્તુતિ પદનું' અર્થાત્ પરોઢિયે બ્રાહ્મમુહૂર્તમાં ઉઠીને, નિદ્રાનો ત્યાગ કરીને પરમ મંગલ અર્થે શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરવું. સવારમાં નિદ્રા છોડવા પછી સૌથી પ્રથમ કર્તવ્ય મહામંત્રનું સ્મરણ કરવાનું આ નિધાન નવકાર મંત્રનો કેવો ભારે મહિમા પ્રવર્તે છે તેનું દર્શન કરાવે છે.
જૈન ધર્મમાં નવકાર મહામંત્રનું સ્થાન અદ્વિતીય અને સર્વોચ્ચ છે. નવકાર મંત્ર સર્વસિદ્ધિ પ્રદાયક અને આત્મગુણનો બંધક છે જેના હૃદયમાં નવકાર પ્રસ્થાપિત થઇ જાય તેનો તો બેડો પાર જ થઇ જાય. તેમાં લેશ માત્ર શંકાને સ્થાન નથી. જૈન શાસનના સારભૂત આ મહાપ્રભાવશાલી નવકાર મંત્ર પ્રાણી માત્રને સાચા સુખને માર્ગે લઇ જનાર એક અમોઘ સાધન છે. નવકાર મહામંત્ર એ આપણો શ્રેષ્ઠ, શ્રેષ્ઠત્તમ મહામંત્ર છે. આ જગતના જીવોમાં અંતરાત્મભાવ લાવનાર, તેને ટકાવનાર અને છેવટે ઠેઠ પરમાત્મભાવ સુધી લઇ જનાર જો કોઇ હોય તો તે એક માત્ર નવકાર મહામંત્ર છે. તેથી માર્ગાનુસારીની ભૂમિકાથી માંડી સમ્યગ દૃષ્ટિ, દેશવિરતિધર અને સર્વ વિરતિધર તમામ જીવોની
આ રીતે માર્ગ, અવિનાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ પરમેષ્ઠિઓના અનંત ઉપકારોમાંથી વીણીને છૂટા પાડેલા અનુક્રમે પાંચ પ્રધાન ઉપકારો છે. તેને લક્ષમાં લેવાથી પરમેષ્ઠિઓ ઉપર સાચો આદરભાવ જાગે છે. એ આદરભાવ જ વને 'નવકાર મંત્ર'નો સાચો અધિકારી બનાવે છે.
શ્રી નવકાર
આરાધનામાં નવકાર મંત્રને પરમ મંત્ર અને શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે.
જૈન મહર્ષિઓએ નવકાર મંત્રનો મહિમા અપરંપાર બતાવ્યો છે. મંત્રશાસ્ત્રની દૃષ્ટિએ નવકાર મહામંત્ર સર્વ પાપરૂપી વિષનો નાશ કરનાર દિવ્ય મંત્ર છે. યોગશાસ્ત્રની દૃષ્ટિએ પદસ્થ ધ્યાન માટે એમાં પરમ પવિત્ર પોનું આલંબન છે. આગમ સાહિત્યની દૃષ્ટિએ સર્વશ્રુતમાં અત્યંતર રહેલો છે. અને ચૂલિકા સહિત તે મહાશ્રુત સ્કંધની ઉપમાને પામેલો છે. કર્મસાહિત્યની દષ્ટિએ એક એક અક્ષરની પ્રાપ્તિ માટે અનંતાનું કર્મસ્પર્ધકોનો વિનાશ અપેક્ષિત છે તથા એક એક અક્ષરના ઉચ્ચારણથી પણ અનંત અનંત કર્મ રસાધુઓનો વિગમ થાય છે. ઐહિત દષ્ટિએ નવકાર મંત્ર આ જન્મની અંદર પ્રશસ્ત અર્થ કામ અને આરોગ્યની પ્રાપ્તિ તથા તેના યોગે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પરલોકની દૃષ્ટિએ મુક્તિ તથા મુક્તિ ન મળે ત્યાં સુધી ઉત્તમ દેવલોક અને ઉત્તમ મનુષ્યકુળની પ્રાપ્તિ કરાવે છે. તેના પરિણામે જીવને થોડાં જ કાળમાં બૌધિ, સમાધિ અને સિદ્ધિ મળે છે.
શ્રીમતી સુલોચનાબેત રતિલાલ શાહ સી.પી. ટેન્ક-મુંબઇ,
૧૨૩