________________
સ્વ. મંજુલાબેત ચંદ્રકાંત લીલાધર દેઢિયા (કચ્છ ગઢશિશા-ભાયખલા)
પંચ પરમેષ્ઠિનું જગતમાં ઉંચુ આલંબત
પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રી હેમભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબ
અનન્ત ઉપકારી શ્રી તીર્થંકર ભગવંતોનું ધર્મશાસન પામનારો જૈન, મહામંત્ર નવકાર ન ગણતો હોય તે લગભગ શક્ય નથી. જૈન પરિવારમાં નાનપણથી જ નવકાર ગણવાનું શીખવવામાં આવે છે. મહામંત્ર નવકારમાં પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે છે. પાંચેય પરમેષ્ઠિઓ પોતાની વિશિષ્ટ પ્રતિભા દ્વારા જગતનું ઉંચું આલંબન બને છે.
શ્રી અરિહંત પરમાત્મામાં વીતરાગ ભાવ છે. આપણે સૌ દુ:ખી છીએ કેમ કે રાગ અને દ્વેષ સતાવે છે. નાના મોટા નિમિત્તો મળે છે તેમ રાગ અને દ્વેષ ઉછળ્યા જ કરે છે. શ્રી
અરિહંત પરમાત્મા સર્વોચ્ચ સુખના સ્વામી છે કેમ કે તેમનામાં રાગ અને દ્વેષનો એક અંશ પણ નથી-આપણે નવકાર ગણતી વખતે જ્યારે નમો અરિહંતાĪ બોલીએ ત્યારે રાગથી બચવાની ભાવના હોવી જોઇએ તેમ જ દ્વેષથી બચવાની ભાવના હોવી જોઇએ. આપણો સંસાર બે કારણે વધે છેઃ અનુકૂળતાના રાગથી અને પ્રતિકૂળતાના દ્વેષથી. આ બે પર કાબૂ આવે તો
શાંતિ અને પ્રસન્નતા જીંદગીભર સાથે રહે.
શ્રી સિદ્ધ પરમાત્મામાં અદેહભાવ છે. આપણા હાથે
આજે કેટલા પાપ થાય છે તેનો કોઇ હિસાબ થઇ શકે તેમ
નથી. આ પાપોનું મૂળ આપણું શરીર છે. શરીર છે માટે ઘર છે, પરિવાર છે અને ધન-ધાન્ય આદિ સામગ્રી છે. શરીર પાસેથી ધર્મનું કામ લેતા આવડે ત્યાં સુધી શરીર સારું છે બાકી સંસાર પાછળ જોડાયેલું શરીર તો ક્યા પાપ ન કરાવે તે સવાલ છે. આ શરીર દ્વારા વધુમાં વધુ ધર્મ થાય અને ઓછામાં ઓછા પાપ થાય તે રીતે જીવન જીવવાનું છે. નમો સિદ્ધાળું બોલતી વખતે શરીરથી થનારાં પાપોથી છૂટવાની
ભાવના હોવી જોઇએ.
શ્રી આચાર્ય ભગવંતો પંચાચાર દ્વારા પવિત્ર જીવન
જીવે છે. આપણું જીવન અનીતિ, અધર્મ અને અનાચારના માર્ગે ચડેલું છે. સુખ સામગ્રીના ભોગવટામાં કોઇ મર્યાદા નથી. સંપત્તિના ઉપાર્જનમાં કોઇ સીમા બાંધી નથી. જે આવે તે બધું ખપે છે. પાંચ ઇન્દ્રિયના વિષયોમાં આપણે બેફામ ફસાયા છીએ. નમો આયરિયાણં પદ બોલતી વખતે આ ઇન્દ્રિયો પર સંયમ આવે એવી ભાવના વ્યક્ત કરવાની છે. સંયમ અને સંતોષ દ્વારા જે સુખ મળે છે તેનું વર્ણન શબ્દોથી થઇ શકે તેમ નથી.
શ્રી ઉપાધ્યાયજી ભગવંતો જ્ઞાનના ધારક પણ છે અને દાયક પણ છે. આપણા જીવનમાં ધર્મનું જ્ઞાન કેટલું ? વિચારવા જેવું છે. આપણે લોકો ધર્મનો અભ્યાસ ક૨વાનું લગભગ ભૂલી ગયા છીએ. ધર્મનો અભ્યાસ કરી ન શકે એ ધર્મનો અભ્યાસ કરાવી પણ ન શકે. ઉપાધ્યાય પદ દ્વારા ધર્મનો અભ્યાસ કરવાની પ્રેરણા લેવાની છે. નો જીવÜાયાળું આ પદ બોલો ત્યારે ધર્મનો અભ્યાસ કરવાની શક્તિ માંગજો. ધર્મનું જ્ઞાન જેમ વધે તેમ ધર્મની શ્રદ્ધા વધે. ધર્મની શ્રદ્ધા જેમ વધે તેમ ધર્મનું બળ વધે.
શ્રી સાધુ ભગવંતો સહનશીલતાનો અવતાર છે. દુઃખ આવે તેમાં નારાજ અને નિરાશ થવાની આપણને ટેવ પડી ગઇ છે. દુઃખને હસતાં મોઢે વેઠવાનું આપણે શીખ્યા જ નથી. દુઃખ તો જૂનાં કર્મોને ખતમ કરવા આવે છે. દુઃખ જો રાજી ખુશીથી વેઠવામાં આવે તો ઘણાં કર્મો ઓછાં થઇ
જાય. આપણને દુ:ખ તો આવવાના જ, કેમ કે પાપો ઘણાં
કર્યા છે અને કરીએ છીએ. નમો નોટ્ સવ્વસાહૂળ આ પદ બોલો ત્યારે દુઃખ સહન કરવાની શક્તિ માંગજો. આ પાંચ
પરમેષ્ઠિઓની શક્તિને ઓળખીને તે પામવા જે નવકારનું સ્મરણ કરે છે તેના સઘળાય પાપો નાશ પામે છે અને તે વહેલામાં વહેલી તકે સિદ્ધપદ પામે છે. සසාය
પ્રભાબેત મણિલાલ મારુ (કચ્છ બિદડા-સાયન)
હસ્તે : રતિલાલભાઇ સાવલા
૧૦૯