________________
કાંઇ મૂલ્યવાન ને સ્થાયી છે, નિરંતર વૃદ્ધિ પામનાર છે તે આ આનંદ છે, જીવન પ્રયોગોનું પરિણામ. `The result of the experiments' તે જ છે. એ ચિત્તપ્રસન્નતા બાહ્ય સુખથી ભિન્ન છે. તે કદી ન ભૂલવું ઘટે. ચારિત્ર્ય પણ આ રસાનુભવની તાકાત છે, Enjoying Capacity છે. એટલું ખાસ ધ્યાન રાખવું ઘટે કે તે સાત્ત્વિક રસાનુભવ છે. તેમ વિષયસેવન કે અહંવૃત્તિ સાથે સીધો કે આડકતરો કશો સંબંધ નથી.
હેલન કેલર જેવી બહેરી, મુંગી ને આંધળી સ્ત્રી જો જીવનસંધ્યાના આછા અજવાળે વીતેલ પંથયાત્રાના સારરૂપે એમ કહી શકે કે મારી એક પણ ક્ષણ જડ સ્થિરતામાં નથી ગઇ તો પછી તેને આવી કોઇક ચિત્ત પ્રસન્નતાની આંશિક ભાળ મળી કેમ ન હોય ?
પંડિત સુખલાલજીએ પણ લખ્યું છે કે, ‘મૃત્યુને તટે લાવી દેતા બાદામાંતર વિક્ષેપો વચ્ચે પણ જ્ઞાનની આરાધનામાં ક્યારેક મને અલૌકિક આનંદોકનું દર્શન થયું છે.’ વધુ ને વધુ પુરાવા તમને મળતા જશે કે આવો અલૌકિક આનંદલોક હયાત છે. આપણા બધા પ્રયોગો ત્યાં જવા માટેના છે. શ્રી અરિવંદ તેમના એક પત્રમાં લખે છે કે At that time I was experimenting to transfer each and every experience into the supramental Joy તે સમયે પ્રત્યેક નાના મોટા અનુભવને હું અતિમાનસ આનંદમાં-અપાર્થિવ આનંદમાંરૂપાંતર કરવાનો પ્રયોગ કરતો હતો. તેમની આ પદ્ધતિ કાયમ ચાલુ રાખેલ જેથી તેમની સાધના દ્વારા જીવન ૫૨ કોઇ વિષમ ઘા (Wound) પડ્યા નથી એમ ટાગોર તેમના વિષે અંજલિ આપતા. શ્રી રામકૃષ્ણ પણ કહેતા કે “મને કેટલીક વાર રાતે એટલો આનંદ આવતો કે હું આખી રાત આનંદમાં ને આનંદમાં આળોટ્યા કરતો.' આ બધા ઉતારાઓ એટલા માટે આપ્યા છે કે આપણાને પ્રતીતિ થાય કે કાંઇક ઊર્ગિતનામાથી એક રસધારા પ્રગટે છે. તે ચિત્તપ્રસન્નતા સર્વદા બાહ્યસંજોગોથી નિરપેક્ષ છે. તેનું ઉંગમ સ્થળ અંતરની પવિત્રતામાં, ભાવની સૃદ્ધિમાં છે. વિચારના ઊંડાણમાં છે, ચારિત્ર્યના બળમાં છે, જ્ઞાનની તેજસ્વિતામાં છે, જાગૃતિમાં છે, ઉત્થાનમાં છે.
શ્રી પંચ પરમેષ્ઠિના ઉપકારો
પંચ પરમેષ્ઠિ તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ. રાજાના તે અધિરાજા, મહારાજાના તે મહારાજા, ચક્રવર્તીના તે ચક્રવર્તી, રાષ્ટ્રપતિના તે રાષ્ટ્રપતિ, પંચ પરમેષ્ઠિ ને યાદ કરતા જીભ પવિત્ર થાય છે, મન સ્થિર થાય છે, કાયા સાર્થક થાય છે.
અરિહંત ભગવંતો સર્વ જીવોને શાસનરસિ બનાવે છે. (શ્વેતવર્ણ) સિદ્ધ ભગવંતો સર્વ જીવોને પરમ આદર્શ આપે છે. (લાલવર્ણ) આચાર્ય ભગવંતો જીવન યોગ્ય સુંદર પંચાચાર આપે છે. (પીળોવર્ષા) ઉપાધ્યાય ભગવંતો સર્વ જીવોને જ્ઞાન પ્રકાશ આપે છે. (બીબીવર્ષા) સાધુ ભગવંતો સર્વ જીવોને મોક્ષ માર્ગમાં સહાયક બને છે. (કાળોવર્ણ)
આ રીતે શ્રી પંચ પરમેષ્ટિ ભગવંતો આપણને એક જ ઉપદેશ આપે છે કે વિષયજનિત સંસારનું સુખ છોડવા જેવું છે. કર્મ સંઘોગે દુઃખ આવે તેને આનંદથી ભોગવવા જેવું છે. ખોટી રીતે જીવવાનો મોહ નહિ રાખવો. સાચી રીતે મરણ આવે તો ડર નહિ રાખવો. આથી શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોએ સાચો મોક્ષમાર્ગ, સાચી દિશા બતાવીને આપણા ઉપર અનંત ઉપકારો કર્યા છે. સમગ્ર વિશ્વમાં શ્રી પંચ પરમેષ્ઠિ ઉપકારી છે. શ્રી અરિહંત દેવ જગતના જીવોને માટે ધર્મતીર્થની સ્થાપના કરીને ધર્મમાર્ગનો બોધ કરે છે. સમગ્ર વિશ્વમાં સર્વકાળમાં સર્વ જીવોના હિતચિંતક હોવાથી તેઓ સર્વને માટે પરમ ઉપકારી છે. સર્વ ક્ષેત્રમાં પરમ પૂજ્ય છે, પરમ આદરણીય છે, ઇચ્છનીય છે, પરમ શ્રેષ્ઠ રૂપ પરમ પદધારી છે, પરમ સિદ્ધિ દાતા છે.
સર્વ મંત્રોમાં શ્રી પંચ પરમેષ્ટિ મહામંત્ર સારભૂત અને શ્રેષ્ઠ છે એના ઉપકારો હજારો મુર્ખ પણ કહેવાને કોઇ સમર્થ નથી. જેમ મહાસાગરના પાણીનું માપ કાઢવું અશક્ય છે તેમ આ શ્રી પંચ પરમેષ્ઠિ ભગવંતોનો જે વૈભવ છે તેનું માપ કાઢવા કોઇપણ મનુષ્ય સમર્થ નથી.
સર્વ મંત્રોમાં સારો ભાળ્યો શ્રી નવકાર, કહ્યા ન જાયે રે એહના જે છે બહુ ઉપકાર; છે શ્વાસે શ્વાસે તારી આશા તું જ છે મારો વિશ્વાસ, હે શ્રી પંચ પરમેષ્ટિ ભગવંત નું પુરજે મારી આશ.' —પ્રફુલ્લ એચ. શેઠ (જામનગર)
શ્રી કેશરીમલજી ઉમેદમલજી ભણસાલી (ઠાકુરદ્વાર-મુંબઇ)
હસ્તે : શ્રી દિલીપભાઇ ભણસાલી
૧૦૧