________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખીએ કે કઈ નેય રડાવનારે જીવનમાં કદી હસી શકતું નથી. કોઈનેય દુઃખી કરનારો જીવનમાં કદી સુખી થઈ શકતું નથી અને કેઈ નેય મારી નાખનારે શાંતિભર્યું જીવન જીવી શકતો નથી.
તમારા જીવનમાં એક એવે આદર્શ અપનાવો કે આ જેલમાંથી બહાર નીકળ્યા પછી તમારું જીવન ચેમેર સુવાસ મહેકાવતું હોય તે પ્રકાશ પાથરતું હાય.
આજે તમે અહીં સ્વીકારેલું પ્રેમનું રક્ષાબંધન તમારા રક્ષણનું પરમ સાધન બની જાય એવા બનવાનો સંક૯૫ તમે આજે કરો તે જ પવની સાર્થકતા પામી શકાય.
લોકો તમને ભલે કેદી કહેતા હોય પરંતુ હું જાતે જ સ્વીકારું છું કે હું પણ મેટો કેદી છું. તમે સરકારના ગુનેગાર છે તો તે તમે આ સેન્ટ્રલ જેલમાં આવ્યા છો અને અમે ઈશ્વરના ગુનેગાર છીએ કે સંસારની સેન્ટ્રલ જેલમાં પેદા થયા છીએ.
આજીવન કેદની સજા મેળવીને તમે જેલમાં આવ્યા છો તો અમે જેલની બહાર રહીએ
૧૫
www.kobatirth.org
For Private And Personal Use Only