________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરણું
સવાશેર સમાન છે. ધર્મરાજાને મંત્ર છે : “ન અહમ, ન મમ” બાહુબલિએ દુષ્કર તપશ્ચર્યા કરી પણ “અહમ અને કારણે કેવળજ્ઞાન પ્રાપ્ત થતું ન હતું. બેન સાથ્વીના મીઠા પ્રેમ–ઠપકાથી અહમ નું વિસર્જન થયું ને કેવળજ્ઞાનનું દર્શન થયું.
પ્રેમ એ માસ્ટર કી છે. તેનાથી કોઈપણ આત્માનું તાળું ખોલી શકાશે. અહમ અને મમ ને ઓગાળવાના છે. તનનું sublimation કરવાનું છે અને તે માટે પ્રભુવાણી
એક જ રસાયણ ઉપગી છે. અહમને દૂર કરવા, મમત્વને નાશ કરવા એગ્ય પદ્ધતિની જરૂર છે. પદ્ધતિ વિના પ્રગતિ નહીં. પાણીમાં હાથ–પગ ગમે તેટલા પછાડીએ, પણ તરતાં આવડતું ન હોય તે ડૂબી જવાય છે. મનુષ્યજન્મ મળે છે તે આલેક કે પરલોક સુધારવા માટે મળે છે. મનુષ્યજન્મ પામીને હારી જવાનું નથી, જીતી જવાનું છે. અહમ અને મમના કેફમાં કેટલું પાપ થઈ જાય છે? ત્યારે ખબર નથી પડતી કે હું એકલે આવ્યું છું ને મારે એકલાને જવાનું છે, તે તે વખતે મનને અરિહંતમાં જોડી દેવામાં આવે તે અહમને કાંટો નમ્ર બને. “મમથી ઈન્દ્રિયની દોડધામ ચાલુ છે. આથી આસક્તિ વધે છે અને તેમાંથી વિનાશ સર્જાય છે. આસક્તિને કારણે બિલ્વમંગલને મડદું તે લાકડું લાગ્યું, વિષધર નાગ તે દોરડું. ભૌતિક રૂપ, રંગ, યૌવન આ બધું નશ્વર છે. અહમ અને મમમાંથી
For Private And Personal Use Only