________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
ઉચસ્થાન માનવનું છે. પ્રભુ મહાવીરે ઉત્તરાર્થના સૂત્રમાં કહ્યું છેઃ “તું કંઈ ન બને તે માનવતાવાળે માનવ તે જરૂર બનજે.” માનવ એટલે માનવતા સભર, ધર્મમય જીવન. ત્યાં માનવતા મહેતી હોય છે. તે માનવ મોક્ષને અધિકારી બને છે. અનુત્તર દેવલોકના દેવને મોક્ષ મેળવવા માનવભવ લેવું પડે છે. આવી ઉચ્ચ ભૂમિકા પરથી લપસી ન જવાય તેની પૂરતી કાળજી રાખવાની છે.
સિકંદરે એક માણસને સત્તા ઉપરથી ઉતારીને નીચી પાયરી પર મૂક્યો. પાંચ વર્ષ પછી સિકંદરે તેને પૂછ્યું
તમે નીચે ઊતર્યા તેનું તમને દુઃખ નથી થતું?” પિલા માણસે જવાબ આપ્યો : “ના, પહેલાં કરતાં અત્યારે હું વધારે સુખી છું, કારણ કે માનવતાની ભૂમિકામાં હું આગળ વધ્યો છું, અને હવે મારાં સ્વજને સાથે સારી રીતે વાત કરી શકું છું.”
સારા માણસને ખરાબ વિચાર આવી જાય, પરંતુ તે મનના બારણુ સુધી આવી શકે છે, પણ અંતરમાં પ્રવેશી શક્તા નથી. જેના મન પર દુષ્ટ વિચાર આરોહણ કરશે તે પડવાને ને નાશ પામવાને.
માનવતા લાવવા ખૂબ વિચારવાનું છે. વૃત્તિઓને કાબૂમાં રાખવાની છે, વૃત્તિઓને જીતવાથી, સારી ટેવ પાડવાથી જીવનની સાધના સુખમય બને છે. સાધના, સ્વાધ્યાય, સંયમ દ્વારા અંતિમ સિદ્ધગતિ હસ્તામલકવત બને છે.
For Private And Personal Use Only