SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા સંગ્રહ થશે. તે શુભ ત છે? અભય, નિર્મળતા, પવિત્રતા ને પ્રસન્નતા. જે ઈદ્રિને દુરુપયેગ થયે તે સ્વચ્છંદતા વધી જશે અને અશુભ ત જેવાં કે ભય, ચિંતા, ઉપાધિ આવશે અને જીવન રગદોળાઈ જશે. આ ભય આયુષ્યને ટૂંકું કરી નાખે છે. ચિંતા ચિતા સમાન નીવડે છે, ઉપાધિ જીવનને વ્યગ્ર ને વિનાશકારી બનાવે છે. અભય આવતાં તંદુરસ્તી ખીલશે, અને ભગવાન તે “અભય દયાણું –અભય દેનારા છે. એ ભગવાનનું ધ્યાન ધરે તે માનસિક સ્વાસ્થ સાથે શારીરિક સ્વાસ્થ પ્રાપ્ત થશે. પ્રભુનું ચિંતન કરવાનું છે, પણ વિષયેની ચિંતા કરવાની નથી. ચિંતનમાં વિવેક, વિનય ને પ્રકાશ છે. આમ અભય-ચિંતન–પ્રસન્નતા લાંબું આયુષ્ય બક્ષે છે. પાંચે ઈદ્રિની પટુતા મળી છે. તેને કટુતામાં ફેરવવાની નથી. પટુતા માટે પ્રભુને પાડ માનવાને છે. આથી નિર્દોષતા, પ્રસન્નતા ને મુક્ત હાસ્યની પવિત્રતા ઝળકી રહે છે અને સ્વાસ્થ વિલસી રહે છે તેમ જ વિકસી રહે છે. તમારે તમારી જાતને રોગરહિત બનાવવાની છે, નહિ કે ડોકટરને આધીન બનવાની. તે માટે ઇન્દ્રિયને સંયમિત બનાવી તેની પાસે સુગ્ય સિદ્ધિ સજિત કરવાની છે. આથી તન તથા મનની સ્વસ્થતા પ્રાપ્ત થશે. તે માટે ૫૨ For Private And Personal Use Only
SR No.008733
Book TitlePrerna
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherArunoday Foundation
Publication Year1982
Total Pages208
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy