________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | પ્રગતિ
જે લેકે જીવનમાં આગળ વધવા માગતા હોય તેમણે જીવનને જોવાનું, તપાસવાનુ અને સુધારવાનું છે. આથી જીવનમાંથી પ્રમાદ, અજ્ઞાનતા, જડતા ને શિથિલતા અદૃશ્ય અને છે. “ કહેવા કરતાં કરવું ભલું." જગતને કહેવાને બદલે, જગતને દોરવાને બદલે, ઉપદેશ આપવાને બદલે તે
અધુ પેાતાના જીવનમાં ઉતારવાનું, આત્મસાત્ કરવાનું. તે જોઈને લેાકેાને તેવા થવાની તમન્ના જાગશે અને વિના ઉપદેશે લાકો કલ્યાણમય માગે સ્વયં આવશે. Example is better than precept. પ્રગતિ માટે આચારની જરૂર છે, પ્રચારની જરૂર નથી. ખાવું, પીવું અને સુખેથી જીવન પસાર કરવામાં વનની મહત્તા નથી, પરંતુ “મારે સિદ્ધ થવું છે, પ્રભુ! મારે તારા જેવુ થવુ છે' આવી તમન્ના ક્ષણે ક્ષણે જાગવી જોઈએ. મહુત્તાની આશા રાખવાની છે, મહત્ત્વાકાંક્ષી બનવાનું નથી. આપણને ફર્સ્ટ કલાસ પાસ થવુ ગમે છે, પણ બીજો કોઈ ફસ્ટ કલાસ આવે તે આપણને ગમતુ નથી. આ વિચાર પ્રગતિ કરાવતા નથી, પણ અવગતિ તરફ ધકેલે છે.
આપણે પૂર્ણ બનવાનુ છે, બીજાને પૂર્ણ બનાવવાના
૧૬૯
For Private And Personal Use Only