________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણ ત્તિની જાગૃતિ આત્માનો ઉદ્ધાર કરે છે. આત્માને ઊંડા અંધકારમાંથી ઉચ્ચ પ્રકાશ તરફ લઈ જાય છે.
ધ્યાન રાખજો કે આત્મા ક્રિયા માટે નહીં, પણ ક્રિયા આત્મા માટે છે. એક વાર આત્માની ઓળખાણ થઈ કે પછી કર્મની નિર્જરા જ થવાની. દેહને સદુપ્રયેાગ જીવનમાં દરેક પળે કર્યા જ કરવાનું છે. મહાવીરે ગૌતમને કહ્યું : ગૌતમ મા પ્રમાયએ.”
આજે માનવી સ્વદેહને ઉપગ ભૌતિક શક્તિ ધારવા માટે વિકસાવવા માટે કરે છે, અને આધ્યાત્મિક શક્તિને શેષહીન બનાવે છે. સર્જન કરતાં સંહારમાં ઓછી શક્તિ વપરાય છે. સર્જન શાશ્વત રહે છે. સંહાર ક્ષણજીવી બને છે ઈન્દ્રિયની વિઘાતક ને વિનાશક શક્તિએ અપાર છે. તેમાં લપટાયા તે અનેક ભવના ચક્રાવામાં ચીત્યારે પાડતા વડવું–રખડવું પડે છે.
અભ્યાસથી, અનુભવથી આધ્યાત્મિક જ્ઞાનનાં બિંદુઓ સંગ્રહિત કરી સાગરસમ બની, તેમાં એકગ્રતા–લીનતાતન્મયતા તે આત્માને ઉચ્ચ શિખર પ્રસ્થાપિત કરે છે.
| દર્શન, જ્ઞાન અને ચારિત્ર માટે અક્ષતની ત્રણ ઢગલીઓ કરવાની છે. છેલ્લે “સિદ્ધશિલા” અર્ધ ચંદ્રાકાર બનાવવાની છે. આમાં ૧૦૮ અક્ષત હવા જરૂરી છે. પંચપરમેષ્ઠિના ૧૦૮ ગુણેનું ત્યાં સ્મરણ થાય છે.
૧૦૦
For Private And Personal Use Only