________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪ × સંત સમાગમ
મનુષ્યના સ્વભાવ પણ અનાદિકાળથી સ’સારમાં લાગી ગયા છે; ફ'ડીમાં જેટલી વાર ગરમ કપડાં પહેરશે, તેટલી જ વાર ઠંડી ઊડી જવાની, પણ જેવાં ગરમ કપડાં ઉતાર્યાં... કે તરત જ ઠંડી લાગવાની. તેવી રીતે શ્રવણ કરતાં કે સ્વાધ્યાય કરતાં શુભ વિચાર આવે, પણ જયાં સંસારની પ્રવૃત્તિમાં પડયા કે શુભ વિચાર ચાલ્યા જવાના માટે જીવનની છેલ્લી ઘડી સુધી પ્રભુની વાણીને સાંભળવાની છે.
સરોવરને કિનારે ઉનાળામાં શીતળતા મળે છે, તેમ સતના સાનિધ્યમાં શાંતિ ને સુખ શાશ્વત્ મળે છે.
કોઈ આપણને ગાળ દે તાપણુ આપણે શાંત રહેવાનું છે, એટલે સામે માણસ થાકી જશે. એકવાર એક પ્રીસ્ટ ( ધર્મગુરુ ) ને થયું કે લાકે મને ચાહતા નથી અને આ સંસારી પેરિકયુલસને કેમ ચાહે છે?
કારણ એ હતું કે પરિકયુલસ પોતાના હૃદયના વિચારા લખતા અને તે લખાણે લોકોને ખૂબ જ ગમતાં. એક વાર પ્રીસ્ટ પેરિકયુલસને ત્યાં લડવા ગયેા.
૭૩
For Private And Personal Use Only