________________
Shri Mahavir Jain Aradhana Kendra
000007
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩ X પંડિતમરણ
મૃત્યુના ભય નીકળી જાય અને મૃત્યુ માટેની તૈયારી કરીને મરે તે પતિમરણ કહેવાય. જીવનમાં કમાણી એવી કરવાની છે, કે મૃત્યુ અમર બની જાય. પૈસા માટે જિંદગી વેચવાની નથી. આ મનુષ્યભવ વિશિષ્ટ પ્રાપ્તિ માટે જ મળ્યેા છે. તે ધાવ માતા સમાન છે, ધાવમાતા બાળકને રમાડે છે, પણ અંતરથી ન્યારી રહે છે, કારણકે બાળક પારકું છે.
આ જીવનનું બધું ધનદોલત, બંગલા, કુટુંબપરિવાર મૂકીને જવાનુ છે; જન્મ લેવા તે આપણા હાથમાં નથી. પણ જવુ આપણા હાથમાં છે. કોઈના શાપથી કે આશીર્વાદથી આપણું જીવન ટૂંકું થતુ નથી, તેમ જ લખાતું નથી, પણ આયુષ્ય માંધેલું હોય તેટલું ભાગવવાનુ છે.
પંડિતમરણવાળાને મૃત્યુ વખતે શાંતિ અને સુખ દૂર થતા નથી. તેઓએ પાંચે ઇન્દ્રિયાને પાતાના કાબુમાં રાખી મળેલ સાધનાના ઉપયેગ લાકકલ્યાણમાં કરેલ હાય છે. પતિમરણ થયા પછી ભવના ફેરા મટી જાય છે.
૭૧
For Private And Personal Use Only