________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૪ સંયમ
મનને સમતા અને સંયમમાં રાખવું ઘણું જ અઘરું છે. મન તે પાણી જેવું છે, તેને ઉપર ચઢાવવા માટે ઘણી સાધના કરવી પડે છે. જ્યારે પૂજા, સામાયિક. સ્વાધ્યાય કરતા હોઈએ ત્યારે ન વિચારવાનું વિચારાય છે. આનં-રૌદ્રધ્યાન ધર્મ કરતી વખતે જ આવે છે, માટે મનને ધર્મ અને મોક્ષ તરફ વાળવાનું છે. પ્રભુ દર્શન કરતી વખતે પ્રભુના ગુણોને જ વિચાર કરવાનું છે. સ્વાધ્યાય કરતી વખતે પ્રભુના વચનમાં જ રમણતા કરવાની. શ્રવણ કરતાં એકતાન બનીને ગુરુ મુખે પ્રભુની વાણી સાંભળવાની છે. મનની ઉપર વિવેકની લગામ રાખીને અમૃત–કિયામાં એકાગ્ર બનવાનું છે.
જે ઇન્દ્રિયોને સંયમની લગામ ન હોય તો તે આત્માને દુર્ગતિમાં ફેંકી દે છે.
છે. જેમ જેમ બહારનું સુખ વધતું જાય છે, કે છે તેમ તેમ અંદરનું સુખ ઘટતું જાય છે.
For Private And Personal Use Only