________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭ ૪ વાસના
વ્યસને ઇન્દ્રિયને આપશે, તેટલી ઇન્દ્રિયે વધારે તોફાન કરશે. ભવની વાસનાનો ત્યાગ એટલે જ મોક્ષની પ્રાપ્તિ છે. તેનો સ્વભાવ તો ઉપર જવાનું છે, તે જ સ્વભાવ આત્માને છે. ઇન્દ્રિયને ત્યાગ, તપ ને સંયમથી જીતવાની છે. ભવમાં રાચવું એ આત્માનો સ્વભાવ નથી. આત્માને સ્વભાવ તે ભવને વિરહ છે, માટે ભવની વાસનાને જેર કરવાની છે.
વિષયોના પાપથી ઇન્દ્રિય આત્માને દોરડાની જેમ બાંધી દે છે, જેથી આત્મા મુક્ત બનતો નથી. સિંહને પણ જે બાંધી દેવામાં આવે તો તે પણ ગુલામ થઈ જાય છે, પરવશ બની જાય છે, તેમ વાસનાથી, વિકારથી, વિષયેથી, વિકલ્પથી આત્મા બંધાઈ જાય છે.
આત્માને પરમાત્મા બનાવવાની જ્યાં ઈચ્છા થઈ, ત્યાં જીવન બદલાતું જશે અને ત્યાગ, સંયમ, અપરિગ્રહ, મૈત્રી, પ્રેમ, ક્ષમા, એવા અનંત ગુણ આવતા જશે.
For Private And Personal Use Only