________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I VIJ//
૪૪8 નયની વિશિષ્ટતા
એક નયથી માપે તેને મિથ્યાત્વ કહેવામાં આવે છે, અને અનેક નયથી મારે તેને સમ્યત્વ કહેવામાં આવે છે. બધા નો ભેગા થાય ત્યારે પ્રમાણુ બને છે. જેવી જેની પ્રકૃતિ હોય તેવી પ્રકૃતિવાળો માણસ તેને ગમે છે. માટે જીવન એક મેળે છે. તેમાં બધાની રુચિની દુકાન ચાલે છે.
નયવાદના બે ભાગ છે શ્વેત અને અદ્વૈત, દ્વેત એટલા બધા આત્મા જુદા છે, અને અંત એટલે બધાના આત્મા સમાન છે. નય કુલ સાત છે, તેમાં ચાર દ્રવ્યાથી છે ને ત્રણ પર્યાયી છે.
પર્યાય સમજે છે કે બધાને એક સરખું જ્ઞાન થઈ શકે છે, બધા જ આત્મા મેક્ષે જઈ શકે છે; દ્રવ્યાર્થી સમજે છે કે નયથી બધું એક છે, પર્યાયથી બધું ભિન્ન છે. પર્યાયને ભાંગી નાખવામાં આવે ત્યારે દ્રવ્યોથી બને છે. દ્રવ્ય ખાંડ છે, પર્યાચો આકાર છે.
દ્રવ્ય આનંદમય છે, અને પર્યાયમાં સુખ, દુઃખ ધનવાન, ગરીબી છે. દ્રવ્ય નષ્ટ થતું નથી. પર્યાય બદલાય છે.
For Private And Personal Use Only