________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય.
(૩) પૌષધ એટલે એક દિવસનું ચારિત્ર. તે દિવસે ગુરુની આજ્ઞામાં રહેવાનું. તે દિવસે ઉલ્લાસ હોવાથી, સારી ભાવના અને સારી કિયાથી મન એકદમ શાંત રહે છે. તે દિવસે ઘરની, કુટુંબની, વેપારની, સમાજની કોઈ ચિંતા સતાવતી નથી.
(૪) પ્રક્ષાલ પ્રભુને સ્નાન કરાવવાથી આપણા કર્મમલ ધવાના છે. તેથી આત્મા સ્વચ્છ ને શુદ્ધ થાય છે.
(૫) પૂજા અરિહંતની એટલા માટે કરવાની છે કે આપણે તેમના જેવા થવાનું છે; પૂજા કરતાં પ્રભુના ગુણો આપણા આત્મામાં ઉત્તરે તેવી ભાવના ભાવવાની છે. તેમની પાસેથી મોક્ષ મેળવવાનું છે.
() સ્નાત્ર એટલે પ્રભુનો જન્માભિષેક મેરુ પર્વત પર ઇન્દ્રો ને ઇન્દ્રાણીઓ ઉજવે છે. ઉ૯લાસથી, ઉમંગથી સ્નાત્ર ભણાવવાથી કર્મનો ક્ષય થાય અને ઉત્તમ પુણ્ય ઉપાર્જન થાય.
(૭) દાન શુભ ભાવનાથી અપાય તો કર્મનો ક્ષય કરનાર છે. તે પરિગ્રહ પરની મૂછ ઉતારનાર ચમત્કારી ઔષધ છે.
(૮) શીલ આત્મકલ્યાણ માટે જ છે.
(૯) તપ યથાશક્તિ સમતાપૂર્વક કરવાથી કર્મને ત્વરિત ક્ષય થાય છે.
૩૮
For Private And Personal Use Only