________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
એકસ-રે
જે જે વિચાર આવે છે, તે વિચારની આકૃતિ છે. જેમ એકસ-રેમાં અમુક રોગ દેખાય છે, તેમ મન:પર્યવ જ્ઞાનવાળાને સામા માણસના મનના આકાર દેખાય છે.
અવધિજ્ઞાનવાળું ક્ષેત્ર મન:પર્યવજ્ઞાન કરતાં મોટું છે. અવધિજ્ઞાન આખા લેકમાં વસે છે, મન:પર્યવજ્ઞાન મહાવિદેહમાં છે. મન:પર્યવજ્ઞાનમાં સૂક્ષ્મતા છે, અવધિજ્ઞાનમાં
સ્થળતા છે. અવધિજ્ઞાન કાચ જેવું છે, મન:પર્યાવજ્ઞાન હીરા જેવું છે. મન:પર્યવ જ્ઞાનવાળે થોડું જાણે છે, પણ ચક્કસ જાણે છે; અવધિવાળે જાણે છે વધારે, પણ તેનું જ્ઞાન ચકકસ નથી હોતું. અવધિજ્ઞાનથી આત્માનું જ્ઞાન થાય એટલે ઇન્દ્રિયોની મદદ વગર દુનિયાના રૂપી પદાર્થો જાણે શકે છે.
મન:પર્યવજ્ઞાન આવે ત્યારે અવધિજ્ઞાન જતું નથી. સ્થલ વસ્તુ જોઈ શકાય છે. અવધિજ્ઞાન દૂરનું જાણી શકે છે. અને મન:પર્યાવજ્ઞાન જ્ઞાન સૂક્ષ્મ વસ્તુ બતાવે છે. રૂપમાં સૂક્ષ્મ વસ્તુને જોવાની તાકાત મન:પર્યવમાં છે.
અવધિજ્ઞાન સંસારીને થઈ શકે, જ્યારે મન:પર્યવ જ્ઞાન સાધુને જ થાય.
For Private And Personal Use Only