________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશપંથ
નૈસર્ગિક બનાવ જીવનને પ્રેરણા આપે છે. ફૂલ સુંદર ખેલે છે, સૌરભ આપે છે અને સાંજે કરમાઈ જાય છે, તે જોઈને મનમાં દુઃખ થાય છે અને જિંદગીને તરત જ વિચાર આવી જાય છે કે “જન્મે છે, ખીલે છે અને સંધ્યા ટાણે કાળ આવતાં જીવનની સમાપ્તિ થઈ જાય છે.”
“રાજીમતીને છોડીને નેમકુમાર સંયમ લે છે” એવું ચિત્ર જોઈને પાર્શ્વ કુમારને સંયમભાવના થાય છે. આમ કેટલાંક ચિત્રો પણ આત્માની ઉન્નતિ કરે છે.
પ્રભુની ભવ્ય મૂર્તિ પણ આપણને પ્રેરણા આપી જાય છે. શ્રવણ બેલગોલામાં બાહુબલિની પ્રતિમા જોઈને વિરાટતાનાં દર્શન થાય છે. પાલિતાણામાં શ્રી આદીશ્વરની મૂતિ જોઈને આપણું ભાવ બદલાઈ જાય છે. મહેસાણામાં શ્રી સીમંધરસ્વામિની મૂર્તિ જોઈને ભવ્યતાનાં દર્શન થાય છે.
નૈસર્ગિક બનાવે, ચિત્ર, મૂર્તિઓ, શાસ્ત્રો ને જ્ઞાનીની વાણી જીવનને પલટાવી નાખે છે, અને હૃદયના દ્વાર ખોલે છે, તેથી અંતરમાં પ્રકાશ પથરાય છે, અને આત્મા પ્રકાશપંથે વિહરે છે.
For Private And Personal Use Only