________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
જ્ઞાની અને શાસ્ત્ર અંતરનું તિમિર કાઢી નાખી પ્રકાશ ફેલાવી શકે છે.
જ્ઞાન અમૂલ્ય છે, જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાન શિખરની ટોચ છે. મહાવીર પ્રભુ જ્ઞાનને દરિયે હતા અને જ્ઞાની પુરુષે માત્ર જ્ઞાનનાં બિંદુ હતા. પ્રભુ તત્ત્વજ્ઞાની હતા, અને તારા મંડળમાં ચંદ્ર સમાન હતા. તત્ત્વજ્ઞાનીઓ તેમની બુદ્ધિનો ઉપયોગ મંદ બુદ્ધિવાળાને ધર્મ પમાડવા માટે કરે છે.
જ્ઞાનથી વિનય આવે છે, નમ્રતા આવે છે. શરીરને ઘડપણ આવે છે, પણ જ્ઞાનને કોઈ દિવસ ઘડપણ આવતું નથી. જ્ઞાનીની વાત જેટલી વાર સાંભળીએ, તેટલી વાર આપણું મન સ્વસ્થ થઈ જાય છે. ટાઈમ મળે ત્યારે જ્ઞાન લેતા જાવ. જેમ મધમાખી જુદાં જુદાં ફૂલો ઉપર બેસીને મધપુડો કરે છે, તેમ આપણા જીવનનો ભંડાર જ્ઞાનથી ભરવાને છે.
જ્ઞાન મેળવવા અશુભકિયાનો ત્યાગ અને શુભ ક્રિયાઓમાં રસ આવશ્યક છે. અશુભમાં નિવૃત્તિ ને શુભમાં પ્રવૃત્તિ મુનિઓને હેાય છે.
For Private And Personal Use Only