________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૫ ૪ જ્ઞાન અને જ્ઞાની
ઉત્તરાધ્યન સૂત્રમાં પ્રભુ જણાવે છે કે બાળજી નાનકડી વસ્તુ મેળવવા માટે મોટી વસ્તુ જતી કરે છે, પણ સમજુ માણસો કિમતી વસ્તુ મેળવવા માટે નાની વસ્તુ જતી કરે છે. નાનું બાળક એક પીપરમીન્ટના બદલામાં પોતાનું ઘરેણું આપી દે છે.
ઇન્દ્રિયોની તૃપિત અને ભૌતિક સુખ પાછળ જ બાળજીવો જીવન જીવી રહ્યા છે, જ્યારે પંડિત માણસો તે જીવનભર આત્માનો જ વિચાર કરી રહ્યા છે.
આપણા અંતરના દ્વાર હજુ બંધ છે, અંતરમાં તિમિર છે, ગેસ છે. અંધારા ઓરડામાં આપણે એકદમ દાખલ નથી થતા. થોડી વાર પછી જઈએ છીએ. કોધની, માનની, માયાની અને લોભની ગંદી હવા અંતરમાં પ્રસરેલી છે, પણ જ્ઞાનનો પ્રકાશ અંતરમાં જતાં દ્વાર ખુલી જાય છે.
For Private And Personal Use Only