________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ ૪ આજ
ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને વારંવાર કહ્યું છે કે “હે ગૌતમ ! એક ક્ષણ પણ તું પ્રમાદ કરીશ નહીં.” કારણકે ગયેલે સમય કદી પાછો આવતો નથી. તેથી તેને સદુપયોગ કરવાનું છે. સમય ચંચળ છે, તે કદી પકડી શકાતો નથી, ને તે પકડી શકાય તો રોકી શકાતો નથી. ભગવાન તીર્થકર પણ સમયને રોકી શક્યા નથી. સમયને રેકી નહીં, પણ ખરીદી શકાય છે. તે ખરીદી શકાય છે સગુણ વડે, જેની પાસે સમજણ છે. તે જ સમયને સારા કાર્યોમાં વાપરે છે. જે ચાલ્યું જાય છે, તે ગયા પછી પાછું આવતું નથી. માટે આવતી કાલનું કામ આજે જ કરો. ગઈ કાલની વાતને ભૂલીને આજને સુંદર બનાવવાની છે. પ્રત્યેક દિવસે આરાધના કરી લેવાની છે. જિંદગી ગઈકાલ પર નહીં, આજ પર જીવવાની છે.
સમય તે પાણીના પ્રવાહની જેમ જઈ રહ્યો છે. સ્વાધ્યાય, તપ, બ્રહ્મચર્ય, ઉપકાર અને દાનથી સમયને દીપાવવાને છે, ભરવાને છે, સગુણ જેમ બને તેમ વધારવાના છે.
For Private And Personal Use Only