________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
હીરાને જેનારા ઘણા, પણ ખરીદનારા છેડાતેમ ધર્મ પામનારા ઘણું, પણ ધર્મના અથ થેડા.
માનવે જ શરીરને નવડાવવું પડે છે. નહીંતર શરીર દુર્ગધ મારશે, તેમ મનને પણ દરરોજ સ્વચ્છ કરવું પડશે, નહીંતર અશુદ્ધ મનથી શાંતિ લૂંટાઈ જાય છે. તે માટે પ્રતિકમણ છે. આત્માની ઉપાસના માટે દરરોજ પ્રતિકમણ છે.
તીર્થકરો આહાર લે છે, છતાં તેમને કર્મબંધન થતું નથી. તેઓ તે શરીરને ભાડું આપવા પૂરતું જ ખાય છે, ખાવામાં કદી મગ્ન થતા નથી, જ્યારે આપણે દરેક વસ્તુમાં મગ્ન બનીએ છીએ, તેથી ક્ષણે ક્ષણે કર્મ આંધીએ છીએ.
માનવજીવન એ મહાને હોય તે શિયળ, સંયમ તેના પાયા હોવા જોઈએ.
શિક્ષણ એવું હોવું જોઈએ કે જે જીવન દર્શનનું કરાવે.
સ્પર્ધાથી જીવન રંધાય છે, સાધનાથી જીવન વિકસિત થાય છે.
૧૯૧
For Private And Personal Use Only