________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાય
આજે ધર્મ ધન માટે અને રામ કામ માટે વપરાય છે, તેને બદલી નાખીએ તે ધન ધર્મ માટે, કામ રામ માટે બની શકશે.
જીવનમાં સૌથી વધારેમાં વધારે ભાર પરિગ્રહનો છે અને સૌથી ખરાબ ગ્રહ તે પરિગ્રહ છે. ગ્રહની શાંતિ દાનથી જ થાય છે, અને પરિગ્રહમાંથી છૂટી શકાય છે.
પાણી અને વાણીને બન્નેને ગાળીને વાપરો.
ઘરમાં પ્રેમ અને સંપ ન હોય તે ઘર ધર્મશાળા બની જાય છે.
જે ધર્મમાં માનતા હોય, જે ધર્મમાં આત્માને ઉદર્વગતિ કરવાની શક્તિ હોય તે જ સાચે ધર્મ,
વૈજ્ઞાનિક સાધન મારફત કાંઈક જ્ઞાન મેળવે છે, પ્રભુ તે સાધના મારફત પૂર્ણ જ્ઞાન મેળવે છે.
કાયાના અનાચાર કરતાં માનસિક અનાચાર ઘણે જ ખરાબ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ સાધુપણામાં પણ મનથી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું.
For Private And Personal Use Only