________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮ સમક્તિ જે અંધ છે, તેને મોતિયાની કે છારીની બીક નથી, પણ સારી આંખવાળાને તેને ભય છે, જે મિથ્યાદષ્ટિ છે, તેને જ્ઞાનીઓ ઉપદેશ આપતા જ નથી. જે સમકિતી છે, તેને બહ ભય છે. તેથી સમક્તિને સાચવવા ક્ષણે ક્ષણે તૈયાર રહેવાનું છે. ઘણા જન્મના પૂંજના પૂંજ ભેગા થાય છે, ત્યારે બોધિબીજ મળે છે.
મગજમાં વધારે જ્ઞાન ભરો, અને પેટમાં ખાવાનું એ છે ભરો.
૩૯ આજ, આજ, ભાઈ અત્યારે પાયથાગોરસ પાસે સિકંદર જાય છે, ત્યારે તેણે સિકંદરને પૂછયું: “તું ક્યાં જાય છે?” ત્યારે સિકંદરે કહ્યું : “હું દુનિયાને જીતવા જાઉં છું.” બીજો પ્રશ્ન કર્યો. “દુનિયા જીતીને શું કરશે?” સિકંદરે જવાબ આપે કે “દુનિયા જીતીને ઘડપણમાં શાંતિથી જીવીશ” પણ તે સિકંદર ૩૨ મે વર્ષે જ મરી ગયે. માટે ધર્મ માટે આવતી કાલનો વિચાર ન કરે. “આજ, આજ, ભાઈ અત્યારે.”
૧૭૭
For Private And Personal Use Only