________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ શ્રેષ્ઠ મંત્ર જગતમાં શ્રેષ્ઠ મંત્ર નવકાર મંત્ર છે અને શ્રેષ્ઠ યંત્ર સિદ્ધચક છે. આરાધનામાં શ્રદ્ધાનું બળ હોવું જોઈએ. સૂર્ય આવતાં જેમ અંધકાર ચાલ્યા જાય છે, તેમ સિદ્ધચક હૃદયમાં આવતાં સંસારનો ભય ને ભવ ચાલ્યો જાય છે.
ખાનદાન બીજાને ખવડાવે છે, નાદાન બીજાનું ખાઈ જાય છે.
અજ્ઞાનીની કિયા ભેંસના શીંગડા જેવી છે.
૩૭ ભાવ-અભાવ રોટલી ભાવ છે, ખાખરો અભાવ છે. રોટલીને વાળે તે વળી જાય છે, ને ખાખરાને વાળે તો ભાંગી. જાય છે. અભાવથી જીવન શુન્ય બની જાય છે, સંભાવથી જીવન સભર બની જાય છે.
ઢોરને બહારથી જોવાય છે. મનુષ્યને અંદરથી. લેવાય છે.
For Private And Personal Use Only