________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ સ્વપ્નફળ દિવસે જોયેલું હોય, સાંભળેલું હોય તેનું, માંદગી હોય ત્યારનું, ઝાડા પેશાબ દબાવવાથી કે ચિંતાથી આવતું સ્વપ્ન અર્થહીન હોય છે.
રાત્રીના પહેલા પ્રહરમાં આવેલ સ્વપ્નનું ફળ બાર માસ પછી મળે છે, બીજા પ્રહરના સ્વપ્નનું ફળ છ માસ પછી, ત્રીજા પ્રહરનું ત્રણ માસ પછી, ચોથા પ્રહરનું દસ દિવસમાં ફળ મળે છે.
સુંદર સ્વનો પ્રભુ અથવા ગુરુને અથવા ગાયના કાનમાં કહી દેવાથી સુંદર ફળ મળે છે. સારું સ્વપ્ન આવ્યા પછી ઊંઘવું નહીં, જાગ્રત રહી પ્રભુસ્મરણ કરવાથી સ્વપ્નને લાભ મળે છે.
સ્વપ્નમાં જે સૂર્ય કે ચંદ્રને ગળી જતો જુએ તે ખૂબ ધનવાન બને છે.
સ્વપ્નમાં પાણી ભરેલ કુંભ જુએ તેને વ્યાપારમાં ખૂબ લાભ થાય છે.
સ્વપ્નમાં ખૂબ હસનારને ખૂબ રડવું પડે છે.
For Private And Personal Use Only