________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થી
-
રર વિવેક
ખાવામાં પણ આસક્તિ રાખવી નહીં જોઈએ. જેવું મળે તેવું ખાવાની તૈયારી રાખવી જોઈએ. શરીરને ભાડું આપવા તરીકે ખાવાનું છે. ખાવામાં રસથી ખાવાનું નથી. દરેક ક્ષણે વિવેક રાખવો જોઈએ. ખાતાં ખાતાં પણ કરગડુ મુનિ કેવળજ્ઞાન પામી ગયા.
માણસ ભેગને ભગવત નથી, પણ ભોગ માનવીને ભેગવી નાખે છે. ઘંટી ઘઉંને નથી દળતી, પણ ઘંટી પોતે જ દળાઈ જાય છે. ભોગ ઓછા તે તંદુરસ્તી વધારે. ભોગ વધારે તો રોગ વધારે ભોગમાં વિવેક રાખી ત્યાગને અપનાવવાનો છે.
૨૩ ગાંઠ તનને કષ્ટ આપવું સહેલું છે, પણ મનને કષ્ટ આપવું બહુ જ અઘરું છે. ગાંઠને છોડ્યા પછી જ સમય દિરમાંથી પસાર થઈ શકે છે. મનની રાગદ્વેષની ગાંઠ ન છૂટે ત્યાં સુધી ધર્મ ફળ નથી.
૧૬૫
For Private And Personal Use Only