________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મપત્ર
માં
IT
૧ ઘડિયાળ
ડાહ્યા અને ગાંડામાં શો ફેર ? બન્નેને ઘડિયાળની સાથે સરખાવાય. ઘડિયાળમાં નાનો કાંટે ડાહ્યો છે અને મોટો કાટ ગાડે છે. મોટે કાટ ઉતાવળીયો છે અને નાને કાંટે શાંત છે. મોટો કાટ ઉતાવળથી આખું ડાયલ ફરે ત્યારે નવથી દશ વાગે છે, જ્યારે નાનો કાંટો ૯ થી ૧૦ ઉપર જ ફરે છે, ત્યારે એક કલાક થાય છે. જેમ ઘડિયાળની કમાન છટકી જાય છે, તેમ આવે ઉતાવળિયા માણસ પોતાના મગજની સ્વસ્થતા ગુમાવે છે.
૨ શબ્દની શક્તિ જેમ વરાળમાં કચરો આવી જાય ને એન્જિન અટકી જાય, તેમ મનમાં કચરો ભરાય તે તે અટકી જાય, માટે શુભ ભાવથી તેને શુદ્ધ રાખે. મનમાં અશુભ ભાવ થઈ જાય તો તેને બોલી જવું નહિ, પણ મનમાં પાછું ખેંચી લેવું. ડાહ્યા માણસે વિચારીને બહુ જ થોડું બોલે છે, પાગલ જેમ તેમ બેલે છે.
શબ્દોની તાકાત દુનિયામાં ઘણી જ છે. બગડેલા વાતાવરણને સુધારવાની તાકાત સુયોગ્ય રીતે વ્યવસ્થિત બેલાયેલા શબ્દોમાં છે.
For Private And Personal Use Only