________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩ આચાર્ય આચાર્ય તે મુનિરૂપી તારાઓમાં ચંદ્ર જેવા જોઈએ. જગતને અજવાળનાર દીવા સમાન આચાર્ય જ છે. સ્વદર્શન અને પરદર્શન બન્નેને ખ્યાલ આચાર્યને હવે જોઈએ. આચાર્યની પાસે જગતના બધા જ પ્રશ્નોના જવાબ હોય છે. શાસનના રાજા તે આચાર્ય છે. તેથી આચાર્યનું સ્થાન શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પાંચ મહાવ્રતથી તેમનો પ્રભાવ શ્રેષ્ઠ હોય છે.
૪ ભાઈબીજ પ્રભુ મહાવીર નિર્વાણ પામ્યા, ત્યારે મેટાભાઈ નંદીવર્ધનને વધારેમાં વધારે વિષાદ થાય છે. નંદીવર્ધન વ્યાકુળ બની જાય છે, અને આંસુની નદીઓ વહાવી રહ્યા છે. ભગવાન પ્રત્યેનો રાગ તેમને રડાવે છે. તે સમયે ભગવાનની બેન નંદીવર્ધનને સમજાવવા આવી. બીજે દિવસે નંદીવઈનની બેન પ્રિયદર્શના પિતાને ઘેર બોલાવીને સુંદર ભજન જમાડે છે. તે સમજાવે છે : “રડવું તેના માટે? રડે છે કોણ? શા માટે રડવું જોઈએ? આથી નંદીવર્ધનને શાંતિ વળી અને બેનને ત્યાં ભાઈએ ભજન લીધું, તેથી આ દિવસે પ્રખ્યાત થયો ભાઈબીજ તરીકે. બેને સમજાવ્યું: “મરતું કેઈ નથી. આત્મા તે અમર છે. આથી ભાઈને વિષાદ દૂર થઈ ગયે.
For Private And Personal Use Only