________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ x ધન્યવન
જ્ઞાનના અંજનથી આપણી પશુતા દૂર થાય છે. વિદ્યાના અંજનથી આપણા અંતરનું તિમિર દૂર થાય છે. સ‘સારમાં માનવી જન્મથી પ્રાકૃત હોય છે, અને વિદ્યાથી તે સસ્કારી બની જાય છે માનવતા આવતાં દાનવતા ચાલી જાય છે. લાટને કેળવવાથી રોટલી સુંદર અને છે, તેમ જીવનને કેળવવાથી જીવન સુંદર, સસ્કારી ને શુદ્ધ અને છે. કેળવવુ' તેનું નામ જ કેળવણી છે અને કેળવાયેલ જીવન ઉત્તમ બની જાય છે.
જ્યાં કેળવણી, સંસ્કાર અને ત્યાગ હશે, ત્યાં જીવન ધન્ય અને પવિત્ર બનશે.
જ્ઞાનની ઉપાસના કરનારે જ્ઞાનીની અને જ્ઞાનનાં ઉપકરણાની પૂજા કરવી જોઈએ, જ્ઞાનીનું બહુમાન કરવું જોઈ એ. ઊ ંચે સ્થાને બેસી શ્રેણિક ચાંડાળ પાસેથી વિદ્યા પામી શકતા નથી, પણ ચાંડાળને ઊંચે સ્થાને બેસાડ્યો પછી શ્રેણિક તેની પાસેથી વિદ્યા પામી શકયા.
S
૧૪૪
For Private And Personal Use Only