________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨ ૪ સાધુ ને સંસારી
સહન કરે તેનું નામ સાધુ છે. ક્ષમાશ્રમણ એટલે જ સાધુ સાધુમાં ક્ષમા હોય, સમજણ હોય. સંસારમાં સમજણ જોઈએ તેવી હોતી નથી. સાધુ તો ચંદન જેવા છે. કુહાડાના મુખ જેવાને તે સુવાસિત કરે છે. વેશથી નહીં, પણ ઉપયોગથી સાધુને જાણી શકાય છે.
સાધુનો આનંદ અંદરની સમજણમાંથી આવે છે. તેમના જીવનમાં આત્મરમણતા હોવાથી આખું જીવન સંતોષમય હોય છે. અહીં છે સ્વ ઉદયની ભાવના ને તેમાં અંતર્ગત રહેલ છે સર્વોદયની ભાવના.
સમ સરતિ ઇતિ સંસારી. સંસારીઓ ફરતા જ હોય છે. એક ભવમાંથી બીજા ભવમાં ફરવાનું હોય છે. હું તે આ દુનિયાને રહેવાસી નથી, પણ પ્રવાસી છું.
ભાઈ, તું તો કમળના પાંદડા પર પાણીના બિંદુની માફક બેઠે છું, તો જે સારું કામ કરવાનું હોય તે જલદી કરી લે, કારણ કે જવાને ટાઈમ નક્કી નથી. પણ જવાનું છે, તે સાચું છે.
આપણું આખું જીવન સંસારની દરેક વાતોમાં આસક્ત છે. સંસારીને ફરવાના સ્થાન ચેરાસી લાખ જીવની છે.
For Private And Personal Use Only