________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧ જ ચારિત્ર
ચારિત્ર સ્વર્ગના સુખ માટે નહીં, પણ મનની શાંતિ માટે છે. આ આત્મા અનાદિકાળથી અશાંત બન્યા છે, તેને શાંતિ આપનાર ચારિત્ર જ છે. સંસારની નિવૃત્તિ જ શાંતિ અપાવે છે, અને મોક્ષને અપાવનાર ત્યાગ છે. દેવલોકમાં પણ જીવન અશાંત થઈ જાય છે. સંયમને રંગ આપણને મુક્ત બનાવે છે અને પરિગ્રહના બંધનમાંથી
છોડાવે છે. - આપણે રંજન છીએ, પ્રભુ નિરંજન છે. સંયમના રંગ જેવો બીજો કોઈ રંગ નથી. સંયમના સુખ આગળ સંસારના કે દેવલોકના એકે સુખની સરખામણી થઈ શકતી નથી.
ચારિત્રમાં છેડવાનું છે. મેળવવાનું ઘણું છે. ચારિત્રમાં જે મેળવીએ સાથે આવે છે. સંસારમાં જે મેળવીએ, તે કાંઈ પિતાની સાથે આવતું નથી. સંસારમાં આખો દિવસ અશુભ પ્રવૃત્તિમાં પસાર થાય છે. ચારિત્રમાં આખો દિવસ શુભ પ્રવૃત્તિમાં વ્યતીત થાય છે. અનુત્તરના દે એક વર્ષમાં જે સુખે ન ભેગવે, તેટલાં સુખો એક દિવસના ચારિત્રમાં છે.
For Private And Personal Use Only