________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦ જ વિચારવૈભવ
વિચારો તે સારા જ રાખવાના છે. સારા વિચારોથી વાણી સારી થશે, કોમળ થશે. તેની સુવાસ તરફ ફેલાશે. કઈ વાર ભૂલ થાય તે તેનો પશ્ચાત્તાપ થ જોઈએ. જેમ ઘઉંમાંથી કાંકરા કાઢી લે, તો રોટલી સારી બનશે. તેમ વાણીમાંથી કાંકરા જેવા કર્કશ શબ્દો કાઢી નાખે. તે માટે આપણે આપણું ભૂલોને સુધારવાની છે.
શાસ્ત્રરૂપી અરીસો આપણે ભૂલોને બતાવે છે. આપણી આંખે જગતને જોઈ શકે છે, પણ પિતાને જોઈ શકતી નથી. પિતાને જેનાર તે પ્રભુની વાણું જ છે. આપણા દોષને આપણે જોઈ શકતા નથી, પિતાને ન્યાય તોલનાર તો પ્રભુ જ છે. જ્ઞાનના અરીસામાં આત્માને જેવાને છે. માણસાઈ છે કે નહીં તે અરીસામાં દેખાય છે. સાદા અરીસામાં માનવની આકૃતિ દેખાય છે, પણ અંદર દાનવતા હોય તો તે જણાતી નથી. બીજાનો વિચાર પહેલાં કરવાનો છે, બીજાને દુઃખ થાય તેવું બોલવાનું, કરવાનું કે આચરવાનું નથી. બીજાને દુઃખી કરી અભિમાની
૧૪૦
For Private And Personal Use Only