________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૯ ઇ ધન્યતા
માનવે પિતાના જીવનને ધન્ય બનાવવાનું છે. કરુણા, સરળતા, મૃદુતા અને નિર્લોભતા આપણા જીવનમાં હોવા જોઈએ. સુખનાં સાધનો મેળવવામાં આપણે સદ્ગુણોને ભૂલી જઈએ છીએ. વધારે લાભ મેળવવા જઈએ ત્યારે આપણે બીજાને નુકસાન કરી બેસીએ છીએ. આપણે પાપ કરતાં અટકી જઈએ તે તે પુણ્ય કર્યા બરાબર છે.
નાનકડું ગુલાબનું ફૂલ હોય છતાં દરેકને તે ગમે છે, કારણ કે તેનામાં કોમળતા, સુવાસિતતા અને સૌંદર્ય છે, તે પ્રમાણે જેનું હૃદય પુપ સમાન કોમળ હોય તે માણસની સુવાસ ચારે બાજુ પ્રસરે છે.
સહન કરવામાં વજા જેવા કઠેર થવાનું છે. અન્ય પ્રત્યે ફૂલ સમાન કોમળ થવાનું છે. જેવી રીતે કમળતા બીજાનું ધ્યાન ખેંચે છે, તેવી રીતે સુંદરતા પણ બીજાનું ધ્યાન ખેંચે છે. રોગીઓની સૌમ્ય મૂર્તિને જગત પૂજે છે.
સુંદરતાને જન્મ કે મળતામાંથી થાય છે. કર્કશતા દુનિયામાં કોઈને ગમતી નથી. ઘરમાં શાંતિ જોઈતી હોય તે પહેલાં કર્કશતા દૂર કરીને મધુરતા વાણીમાં લાવવી
૧૩૮
For Private And Personal Use Only