________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
છે. સદ્ગણ જેવાથી ઉર્ધ્વગામી બનાય છે, દુર્ગણ જેવાથી અધોગામી થવાય છે. જ્ઞાનીની, સુકૃત્ય કરનારની, તેમજ શ્રેય કરનારની પ્રશંસા કરવાની છે. સારા બનવા માટે પુરુષાર્થ કરવાનો છે, કદાચ મુસીબત આવી પડે તો મૂંઝાવું નહીં. વીસ રોટલી સારી બની હોય તો તેમાં એકાદ ડાઘવાળી બની જાય. જગતમાં પૂર્ણ તે ફક્ત ભગવાન છે, બાકી બધા અપૂર્ણ છે. આત્માને સારો શુદ્ધ બનાવવાનો છે, શાશ્વત્ સુખી બનાવવાનું છે, તે માટે પ્રયત્ન કરશે તે કર્મનાં વાદળ વીખરાઈ જશે. ને ઝળહળતો આત્મા પ્રકાશી રહેશે. તેથી સારા બને, સારૂં બોલે, સારું આચરો; સારા થવામાં સફળતા છે, સિદ્ધિ છે. સારા બનવા સાહસ ખેડવું પડે, પણ અંતે જીવન મીઠાશ ભરેલ બનશે. આજને સારી બનાવશે તો આવતી કાલ સારી હશે. આ જીવન સારૂં બનાવશે તો પછીનું જીવન સુંદર હશે.
૮.
જિક
પ્રેયસમાં મન દોડે છે, શ્રેયસમાં આત્મા દોડે છે. મનને ભમતું રાખવાથી આપણું અધઃપતન થાય છે. ચંચળ મનને જીતવાનું છે, કેળવવાનું છે. મન અને પાણી જે ઢાળ મળે તો નીચે ઉતરી જાય છે. ભક્તિના પંપથી મનને ઉપર લઈ જવાનું છે. મનને સાધ્યું, તેણે સર્વ સાધ્યું. N૫w
૧૫
For Private And Personal Use Only