________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫ ૪ અનિવાર્ય અતિથિ
સંસારમાં કેટલાક દુઃખોને આપણે ભૂલી શકીએ છીએ, પણ ભયંકર માંદગી આવે, ત્યારે તેને સહન કરી શકતા નથી, પરંતુ તેથી દુઃખી થવાનું નથી, કારણ કે તે તે આપણે કરેલાં કર્મ અને પ્રમાદની સજા છે.
દુઃખને હસતાં હસતાં સહન કરવાનાં છે. તાવ આવે ત્યારે રડવા બેસવાનું નથી, જો રડશે, હતાશ થશે તે દુઃખનો હુમલો આપણા પર ચઢી બેસશે. આપણે તો દુઃખના પર ચઢી બેસવાનું છે.
પાણીમાં પડ્યા પછી ડૂબવાનું નથી, પણ હાથપગ ચલાવીને તરવાનું છે. પાણીને પિતાના ઉપર ચઢવા દેવાનું નથી, તેમ દુઃખને પોતાના ઉપર ચઢવા દેવાનું નથી. જ્ઞાનીઓ દુઃખને હસતાં હસતાં સહન કરે છે. દુનિયામાં ત્રણ વાત: મરણ, જરા, અને મને કોઈ દૂર કરી શકતું નથી. શરીરને આ ધર્મ છે, અને તે અનિવાર્ય છે, માટે આર્તધ્યાન કર્યા વગર ગયેલી વાતને ભૂલીને પ્રભુનું સ્મરણ કરવાનું છે.
૧૩૦
For Private And Personal Use Only