________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાથેય
સુખના દિવસો અને દુઃખના દિવસો ચાલ્યા જવાના છે, માટે સુખ આવે અભિમાન, અકડાઈ કરવાના નથી. અન્ય પ્રત્યે અણગમે તિરસ્કાર દર્શાવવાના નથી. સત્તા, શ્રીમંતાઈ, સંબંધીઓ અને તંદુરસ્તીને કદી ગર્વ કરવાનું નથી, કારણકે આ બધું ચંચળ છે. આ શરીર પાછળ અનેક ઉપદ્રવ પડયા છે તે ઘડીવારમાં શરીરને બદલાવી નાખે છે.
શરીરની સુંદરતા સુખ આપતી હોય તેય ગર્વ કરવાનો નથી. જે પહેલાં સુખ ભોગવશો તો દુઃખ આવે તે દુઃખને જીરવી શકાતું નથી. સંસારરથનું એક પૈડું સુખનું અને બીજું પૈડું દુઃખનું છે. જેનું સર્જન થાય છે, તેનું વિસર્જન પણ થાય છે. માટે સુખદુઃખ સદાય ટકતાં નથી. તેથી સુખ આવે કે દુઃખ આવે ત્યારે શાંતિ, સમતા ને સમાધિ રાખવાં. તેથી જીવન જીવવા જેવું લાગશે, તરવા જેવું લાગશે.
આંખ સૌને જુએ છે, પણ આંખ પિતાને જઈ શકતી નથી, તેમ જિંદગી બીજની આપણે ? જોઈએ છીએ, પણ આપણે જિંદગી આપણે જેતા નથી.
૧૨૮
For Private And Personal Use Only