________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
૪ ત્યાગી-રાગી
ત્યાગમાં અને રાગમાં ઘણો જ ફરક છે. ત્યાગમાં છોડવાનું ગમે છે, ત્યાગી ભયરહિત બને છે. રાગમાં ભેગું કરવાનું ગમે છે, તે ભયથી ઘેરાયેલું હોય છે ત્યાગીની દષ્ટિ જ્ઞાન પ્રતિ છે. રાગી અજ્ઞાન અવસ્થામાં આથડે છે. ત્યાગથી આત્માની મસ્તીમાં લીન થવાય છે, અને તેની પાસેથી ભય ચાલ્યો જાય છે.
શંકરાચાર્યને કેઈએ પૂછયું : “દુનિયામાં ઈશ્વર કોણ? અને તેની ઓળખ શી ?” જવાબ મળે કે કંચન ને કામિનીથી જે વિરક્ત છે, તે ઈશ્વર છે, તેને જગત વિરક્ત લાગે છે. હૃદયમાંથી કામ નીકળી જતાં હૃદય પવિત્ર બની જાય છે.
ભયને દૂર કરવા માટે કામ અને કંચનને છોડવાના છે. સી. આઈ. ડી. ચેરને પકડે છે, તેમ ચેર માલદારને પકડી પાડે છે. બાળક સાચું ને સારું બોલે છે એટલે આપણને તે વહાલું લાગે છે. ચોર ને માલદારના દિલમાં ભય છે, રાગ છે, એકઠું કરવાની લાલસા છે, તેથી તે
૧૨૫
For Private And Personal Use Only