________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Ir
૮૪ ૪ સફળતા
બીજને ચંદ્ર ના હોવાથી, તેના દર્શન કરવા દુનિયા જાય છે. તેનામાં નમ્રતા હોવાથી ધીમે ધીમે તે મોટો થાય છે. તે અમાસની લધુતા તરફથી પુનમની મેટાઈ તરફ જાય છે. પછી મોટા થયા પછી નાનું થવું પડે છે. નાના નાના થવું પડતું નથી. નાના બાળકને દુનિયા પ્યાર કરે છે, મોટાને કોઈ પ્યાર કરતું નથી. આપણા શરીરમાં મોટામાં મોટું માથું મોટું છે અને પગ નાનામાં નાના છે. પગની રજ લેવાય છે, માથાન નહીં. સંસારમાં પાણીના પરપોટા માફક જે મેટા થાય છે, તે જલદી નાશ પામે છે. બાર બાર મહિના ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં બાહુબલીને કેવળજ્ઞાન થતું નથી. પણ “વીરા મેરા ! ગજથી હેઠા ઊતરે” સાંભળ્યું કે અહંકાર ચાલ્યો ગ, નમ્રતા આવી ને નાના ભાઈ સાધુઓને વંદન અથે જ્યાં પગ ઉપડે કે તુરત જ કેવળજ્ઞાન તેમને થયું. જ્યાં નમ્રતા, લઘુતા છે, ત્યાં સફળતા છે.
રેસ શરૂ થાય ત્યારે લાખે માણસ રેસ જેવા આવે છે પણ રેસમાં ભાગ લેનાર જેકી લેકે તરફ બીલકુલ
For Private And Personal Use Only