________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦ ૬૩ અમૃત
વેશ કરતાં વિચારનું મહત્વ જૈનદર્શનમાં વધારે છે. જ્યાં સુધી સમ્યકત્વ ન થાય, ત્યાં સુધી આત્મા આગળ વધી શકતો નથી. સમ્યક્ત્વદર્શન સંસારને તરવાની હેડી છે. સમ્યક્ત્વ દર્શન થતાં આત્માને ખ્યાલ આવી જાય છે. પછી ભલે તે સંસારમાં રહેતો હોય, પણ તે અનાસક્ત હોય છે. આત્મજ્ઞાન થતાં અંતરમાં આનંદ દેખાય છે. ભમરાને એકવાર રસ મળી ગયા પછી તે રસને ચૂસ્યા જ કરે છે, ગુંજન પણ કરતા નથી. જ્ઞાનરૂપી અમૃતના સાગરમાં જેણે એકવાર ડૂબકી મારી, તેને વિષયે ઝેર જેવા બની જાય છે.
પશુ અને માનવી વચ્ચે ફરક બતાવનાર જ્ઞાન છે. પશુ પણ જ્ઞાનથી માણસ જેવો બની જાય છે. ચંડકૌશિકને જ્ઞાન આવતાં આઠમા દેવલેકે ગયો. જ્ઞાન કર્મને બાળી નાખે છે. જ્ઞાનને જીવનમાં ઉતારવાનું છે. જ્ઞાનથી માણસની કિંમત વધતી જાય છે. મોક્ષમાર્ગમાં લઈ જનાર ભૂમિ તો જ્ઞાન જ છે. સંસારમાં માર્ગ બતાવનાર જ્ઞાન છે. માનવીને જીવનનો શૃંગાર પણ જ્ઞાન છે. માણસ જ્ઞાનથી શોભે છે.
૧૦૭
For Private And Personal Use Only